રાજપીપલા નર્મદા હાલ કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે લોક ડાઉન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે ત્યારે નગરપાલિકાની નબળી સ્થિતિ અંગે વેરા વધારવાનો ઠરાવ કરવામાં આવતા રાજપીપલા નગરપાલિકામાં 18 સભ્યોએ પાલિકાના મુખ્ય અધિકારીની વાત સાથે સંમત થઈ વેરા વધારવાનો ઠરાવ પર સંમતિ આપી છે તે વાતની નગરજનોમાં હજુ ચર્ચાઓ ચાલે છે તેમાં આજે રાજપીપલા શહેર ભાજપના મહામંત્રી રાજેન્દ્ર પટેલનો ગટર સાફસફાઈ કરતો ફોટો તમામ ગ્રૂપમાં તેમજ સોશ્યિલ મીડિયામાં વહેતા થયા હતા. જેમાં મોડી રાત્રે રાજેન્દ્ર પટેલ મીડિયા કર્મીઓ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત માતાની જય રાજપીપળા ખાતે આજે ભાઈએ મારી લાગણી સમજીને જે ક્લિપ આપેલ છે એમાં હું ભાજપનો મહામંત્રી પછીથી છું પરંતુ હું ભારતનો એક જવાબદાર નાગરિક છું તેથી મારા મેડિકલ સ્ટોર પાસે હું સાફ સફાઈ કરું છું એ એક નાગરિક તરીકેની ફરજ અદા કરું છું સ્વચ્છતા પોતાના ઘરથી ચાલુ થાય એવું હું ઇચ્છું છું આપના પીએમ નરેન્દ્ર મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતુ એમાં હું એક જવાબદાર વ્યક્તિ તરીકે આ કામ કરું છું લાગણી વિચારો સાથે હું મારી ગટર જાતે સફાઈ કરી હતી.
મોન્ટુ
રાજપીપલા નર્મદા