રાજપીપળા નર્મદા હાલ કોરોનાની મહામારી વચ્ચે લોકો લોકડાઉનમાં જીવી રહ્યા છે.સમાજ સેવી સંસ્થાઓ આવા કપરા સમયમાં ગરીબ લોકોને અનાજની કિટો પહોંચાડી માનવતા દાખવી રહ્યા છે.
પણ સમાજ સેવી સંસ્થાઓઓ જ્યારે ગરીબ લોકોને જમવાનું પહોંચાડવા અથવા અનાજ આપવા જાય છે ત્યારે એમને ઘણા કરૂણ અનુભવો પણ થાય જ છે.એવો જ એક કરૂણ અનુભવ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ગયેલા સમાજ સેવી સંસ્થાના કાર્યકરોને થયો હતો. હાલના ઉનાળાના બળબળતા તાપમાં “શ્રી માતૃછાયા સેવા ટ્રષ્ટ” ના કાર્યકરો નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા માંડણ, જુનારાજ, સાદા ગામ, વાવડી, કંજાલ, કોલીવાડ, પાંચખાડી અને રાજપીપળાનાં આસપાસના વિસ્તારમાં અનાજ અને શાકભાજી સહિત મસાલાની કીટ વિતરણ કરવા પહોંચ્યા હતા. દરમિયાન સાદા ગામમાં લોકોએ દયામણા અવાજે કહ્યું કે સાહેબ ખારો (મીઠું) લાવ્યા છો, અમારી પાસે છેલ્લા 10 દિવસથી મીઠું જ નથી, અત્યાર સુધી અમારા સુધી કોઈ પણ અનાજની સહાય પહોંચી નથી, જેમ તેમ કરી દિવસો પસાર કરી રહ્યા છે એમ કહી તેઓ રડી પડ્યા હતા.જ્યારે કોલીવાડા ગામના સુપડા અને ટોપલા બનાવી જીવન ગુજારતા આદિવાસીઓએ કહ્યું સાહેબ સારૂ થયું તમે આવ્યા, નેતાઓએ અનાજની કિટો વિતરણ કરી એ તો બીજા લોકો લઈને જતા રહ્યા અમારી પાસે પહોંચી જ નથી.અમે તો અત્યાર સુધી બાફેલો લોટ ખાઈને જીવી રહ્યા છે. આ ઘટનાથી એ સાબિત થાય છે કે કોરોનાની મહામારીમાં ફક્ત અને ફક્ત ગરીબ લોકો જ કપરી સ્થિતી વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે.સરકારે તો જાહેર કરી દીધું કે અમે જરૂરિયાતમંદોને પૂરતું અનાજ પહોંચાડયું છે.ત્યારે એવા તો કેટલાયે ગામો હશે જે અનાજની રાહ જોઈને બેઠા હશે.સરકારે લોકડાઉનમાં વિવિધ વિસ્તારમાં સેવાકીય કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ પાસેથી આ બાબતનો તાગ જરૂર મેળવવો જોઈએ.બાકી સરકારી ચોપડે તો સહાયનું અનાજ ઉધારાઈ જશે તે છતાં આવા અમુલ ગામના લોકો ભૂખે મરતા રહેશે એ વાત નક્કી છે.
મોન્ટુ
રાજપીપલા
રાજપીપળા : લોકડાઉનનાં કારણે ગામડાનાં લોકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો.
Advertisement