રાજપીપળા નર્મદા હાલ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેના કારણે ગરીબોની હાલત કફોડી બની છે રાજપીપળાનાં આજુબાજુ ગામડાઓમાં રહેતા મજૂરો વહેલી સવારે રાજપીપળામાં મજૂરી કરવા આવે છે તે લોકોમાં શિક્ષણનો અભાવ છે. લોકડાઉન એટલે શું એના કયા નિયમો છે, એમાં શું પાલન કરવું જોઈએ, સરકાર દ્વારા લોકડાઉન કેમ કરવામાં આવ્યું છે આ તમામ બાબતોથી માહિતગાર જ નથી તેઓ બસ માત્ર મજૂરી કરી બે ટાઈમ રોટલા ક્યાંથી મળે કેવી રીતના મળે તે માટે શહેર તરફ રોજીરોટી કમાવા માટે આવતા જોવા મળે છે તે માટે તેમના સ્વાસ્થની ચિંતા એક સમાજ સેવક રાકેશ ધોબી દ્વારા તેમને આજરોજ વહેલી સવારે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisement