રાજપીપળા નર્મદા હાલ સમગ્ર ગુજરાત સહિત ભારતમાં કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીથી બચવા લોકડાઉન કરવામાં આવ્યું છે જે માટે તમામ જિલ્લાની બોર્ડરો પોલીસ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. તેમ છતાં લોકો યેનકેન પ્રકારે રસ્તાઓ શોધીને આવી જતા હોય છે. આવો જ કિસ્સો નર્મદા જિલ્લાનાં સાકવા ગામ ખાતે રહેતા કવિરામ વિજય અને તડવી પ્રહલાદ સુરેશ તડવી નાઓ મધ્યપ્રદેશનાં ઝાંસી ખાતેથી 3-5-2020 ના રોજ આવ્યા હતા. તેમને સ્થાનિક મેડિકલની ટીમ દ્વારા તેમનું મેડિકલ ટેસ્ટ કરી તેમને 4-5-2020 થી 17-5-2020 સુધી 14 દિવસ માટે હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ ગઈ કાલે તેઓ તેમની ઘરની બહાર જોવા મળતા તેમના વિરૂદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નવા વાઘપરનાં મેડિકલ ઓફિસર ડો. ખુશ્બૂ મિશ્રાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આઈ.પી.સી કલમ 269,270,271,188 તથા એપેડેમીક એક્ટ 1897 ની કલમ 3 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો અને આ બંને ઇસમોને રાજપીપળા ખાતેે આવેેેલ કોવિડ 19 હોસ્પિટલમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.
મોન્ટુ
રાજપીપલા નર્મદા