હાલ ભારત દેશ, ગુજરાત રાજ્ય કોરોના બીમારી જેવી મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ સમયે આપણા રાજપીપળા ખાતે તથા આજુબાજુનાં વિસ્તારમાં જે ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબો રહે છે તેવા લોકોને જે દિવસથી લોકડાઉન દરમિયાન “રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ” દ્વારા સવાર અને સાંજ પૌષ્ટિક ભોજન બનાવી ફૂડ પેકેટ તૈયાર કરી દરરોજ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા.
આ સેવાકીય કાર્યમાં નર્મદા પોલીસ પ્રજાનો સાચો મિત્ર તરીકે સાર્થક થતાં રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ”, તરફથી જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહ નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર તેમજ રાજપીપળા મહીલા PSI એસ.સી.સંગાડા, ASI ગોપીબેન.જે.મહેતા, WPC હેતલ.એમ.પટેલ, PC જીતુભાઈ વસાવાને સન્માનપત્ર આપી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે લોકડાઉનનાં પ્રથમ દિવસથી લઈ આજદિન સુધી સતત આ કામગીરીમાં તમામ પ્રકાર સેવા આપી મદદરૂપ બની અને આ કાર્યને પાર પાડવામાં મોટો ફાળો આપ્યો છે. તમામનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
મોન્ટુ
રાજપીપલા નર્મદા
“રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ” દ્વારા પી.એસ.આઈ સહિત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.
Advertisement