રાજપીપલા નર્મદા હાલ કોરોનાની મહામારીથી બચવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના માટે રાજપીપલા શહેરના કસ્બાવાડ, કાછીયાવાડ, નવફાળીયા સિંધીવાડ, નવાપરા, રાજપુત ફળીયા, દોલત બજાર, વડફળિયા, ભટવાડા સહિતના વિસ્તારોમાં પી.આઈ રાકેશ વસાવા, પી.એસ.આઈ. એમ.બી.વસાવા, પી.એસ.આઈ રાઠવા સહિતનાં અન્ય પોલીસ કર્મીઓએ ફુટ પેટ્રોલિંગ કરી લોકડાઉનમાં લોકોને ઘરે રહે સુરક્ષિત રહો તેમજ અન્ય લોકો બીજા જિલ્લાઓમાંથી અહીંયા આવે નહીં તેમજ સોશિયલ ડિસ્ટન્સીનો પાલન કરવા તેમજ કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસની ટીમ સતત શહેરમાં એલર્ટ થઈ હતી. શહેરમાં હાલ એક પણ કોરોનાનો કેસ નહીં અગાઉ 12 જેટલા જિલ્લામાં કોરોના કેસ થયા હતા. તે સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. જેથી હવે કોઈ કેસ ના થાય તે માટે શહેર સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમજ રંગ અવધૂત મંદિર પાસે અને વાડિયા જકાત નાકા પાસેના તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા છે.
મોન્ટુ:- રાજપીપલા