નર્મદા કોરોનાનાં કહેર વચ્ચે આજે લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળે છે. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે જેને લઈને નર્મદા જિલ્લા ક્ષય અધિકારી એસ.એ આર્યનાં માર્ગદર્શન હેઠળ પાંચ જેટલા તાલુકાઓમાં ટી.બી. નાં દર્દીઓ સહિત એચ.આઈ.વી.ના દર્દીઓને થર્મલ ગનથી ચેકીંગ કરવામાં આવ્યું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના પાંચ જેટલા તાલુકાઓમાં ટી.બી નાં 589 દર્દીઓમાંથી 569 દર્દીઓ તેમજ 80 જેટલા એચ.આઈ.વી. ના દર્દીઓનો થર્મલ ગનથી ટેમપ્રેચર માપવામાં આવ્યું હતું અને તેમને એક મહિના ચાલે એટલી દવાઓનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો. વડોદરા અને ભરૂચનાં આઈસિટીસી સેન્ટર પરથી દવાઓ રાજપીપળા ટી.બી. હોસ્પિટલ ખાતે લાવી જિલ્લામાં ટી.બી અને એચ.આઈ.વી. ના દર્દીઓને દવાઓ પુરી પાડવામાં આવી હતી. 14 જેટલા ટી.બીનાં દર્દીઓ લોકડાઉન દરમિયાન કોઈક જગ્યા ફસાઈ જતા તેમને મેસેજ આપી દવા લેવા માટે જાણ કરવામાં આવી હતી.નર્મદા જિલ્લામાં ચેકીંગ દરમિયાન એક ટી.બી ના દર્દીને કોરોના લક્ષણ દેખાતા તેને તાત્કાલિક covind-19 રાજપીપળા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે તેનું કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યું હતું જે નેગેટિવ આવતા તંત્રમાં ખુશી જોવા મળી હતી.આ બાબતે નર્મદા જિલ્લાના ક્ષય અધિકારી ડો.એસ.એ.આર્યએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં એચ.આઈ.વી. ના 80 દર્દીઓ અને 583 ટી.બી દર્દીઓ છે જે લોકડાઉનમાં દવાઓ અહીંયા લેવા આવી ના શકે જેથી મારી ટીમ અને હું પોતે ગામડાઓ જઈને તમામ દર્દીઓને દવાઓ એક મહિના સુધી ચાલે એટલી આપવામાં આવી છે. તેમજ તેમને ઘરે રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને માસ્ક ફરજીયાત પહેરે તેમજ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે પણ અપીલ કરવામાં આવી છે.
મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો
નર્મદા જિલ્લામાં 569 ટી.બીનાં દર્દી અને 80 જેટલા એચ.આઈ.વી દર્દીઓનો થર્મલ ગનથી ચેકીંગ કરવામાં આવ્યું.
Advertisement