નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં 470 મીમી પડ્યો છે જેમાં જિલ્લામાં 500 હેક્ટરથી વધુ ખેતરોમાં નુકશાની થઇ
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) :નર્મદા જીલ્લામા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને વાવાઝોડા ને કારણે નાંદોદ સહીત જિલ્લામાં 200 એકરથી વધુ ખેતરોમાં કેળાના પાકને નુકસાન થયું છે જેમાં રામપુરા માંગરોલ કલી મકવાણા સહીત આનેક ગામોમાં આખે આખા ખેતરો માનો કેળાના પાકો જમીન દોસ્ત થઇ ગયા છે જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
નર્મદા જિલ્લા માં મેઘરાજાની પ્રથમ એન્ટ્રી ધમાકેદાર રહી અને પ્રથમ સપતાહ માં અત્યાર સુધીનો કુલ વરસાદ 470 મીમી જેટલો પડ્યો જેમાં ભારે નુકશાન થયું રામપુરા, માંગરોલ,કલી મકવાણા, ગુવાર, વાવડી, વડીયા, કરાંઠા, થરી સહીત નાવરા, રાજુવાડીયા પ્રતાપ નગર, સહિત ડેડીયાપાડા વિસ્તરો મા પણ કેળાના પાકને વ્યાપક નુકશાન થયું અત્યાર સુધી જિલ્લામાં અન્ય ખેતી અનાજ કઠોળ કપાસ સહીત ના પાકો લગભગ 18000 હેક્ટર જમીનો માં વાવેતર થઇ ગયું છે અને 10,000 હેક્ટર થી વધુ કેળાનો પાક તૈયાર ખેતરોમાં નો ઉભો છે જેમાં 500 હેકટરથી વધુ કેળાનો પાક આડો પડી ગયો જમીનદોસ્ત થઇ ગયો છે આમ ખેતીને વ્યાપક નુકશન થયુ જેથી વરસાદનુ આગમન આ ખેડુતો માટે મુસ્કેલી લાવી છે,
ગોપાલપુરાનાં ખેડૂત ગજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કલીમકવાણાં ખાતે આવેલ મારા 3 એકરના સર્વે નંબર ખેતર માં લગભગ 3000 રોપા તૈયાર હતા આ વાવાઝોડામાં મારૂ આખું ખેતર જમીન દોસ્ત થઇ ગયું આવું ઘણા ખેડૂતોને નુકશાન થયું છે સરકાર આ બાબતે સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી અમારી માંગ છે કેમકે મોંઘા બિયારણ અને દીકરાની પેટ ઉછરેલા છે છે અમોને મોટું નુકશાન થયું છે.