Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા બંધ ખાતે લોકડાઉન વચ્ચે પ્રિમોન્સુન કામગીરી ચાલુ થઈ.

Share

 રાજપીપળા નર્મદા હાલ ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં લોક ડાઉન આપવામાં આવ્યું છે ત્યારે સરદાર સરોવર નર્મદા બંધ ખાતે લોકડાઉન વચ્ચે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ થઈ ગઈ છે અને આ વર્ષે પણ સારા ચોમાસાની શકતા છે જેથી નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી ભરવાની શક્યતાઓ નર્મદા નિગમના અધિકારીઓ જણાવી રહ્યા છે.

નર્મદા બંધના ઉપર વાસમાંથી 8982 ક્યુસેક પાણી આવક થઈ રહી છે. હાલ બંધની જળસપાટી 120.80 મીટર છે. સરોવર પણ 1357 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે. જો આ વર્ષે વરસાદ ના પડે તો પણ ગુજરાત રાજ્યને પીવાનું પાણી પૂરું પાડી શકે છે તેવું સક્ષમ નર્મદા બંધ ડેમ છે. નર્મદા ડેમની કોઈપણ બાબત હોય નર્મદા નિગમ ખુબ ગંભીરતાથી લેતા હોય છે. ડેમની સુરક્ષાથી લઇ ડેમમાં પાણીનો સંગ્રહ, વીજ ઉત્પાદન અને કેનાલોનાં કામો પાણીની વહેંચણી એકદમ પદ્ધતિસર નર્મદા કંટ્રોલ ઓથોરિટીનાં માર્ગદર્શન અને સૂચના પ્રમાણે થતું હોય છે. તાજેતરમાં ચોમાસુ આગામી 15 જૂન બાદ શરૂ થશે એટલે એ પહેલા નર્મદા બંધનાં 30 રેડિયલ ગેટ 2330 X 30 નાં મીટરનાં ગેટ અને 7 30 X 26 મીટરનાં ગેટ સરળતાથી અપડાઉન થાય તેમજ કોઈ ઇમર્જન્સીમાં ગેટ ખોલવાનો વારો આવે તો આ ઓટોમેટિક ગેટ ખુલી શકે એ માટે ખાસ એજન્સી દ્વારા તમામ 30 ગેટોને સર્વિસિંગ અને ગ્રીસિંગ કરવામાં આવી રહ્યું છે. જે માટે નર્મદા નિગમનાં ડાયરેક્ટર પીસી વ્યાસે ખાસ મુલાકાત લીધી હતી અને આધિકારીઓ સાથે સોસીયલ ડિસ્ટન્સ રાખીને મિટિંગ પણ કરી હતી. લોકડાઉન વચ્ચે પણ કામ ચાલી રહ્યું છે.

મોન્ટુ
રાજપીપલા
નર્મદા

Advertisement

Share

Related posts

માંગરોળ : સરકારી વિનયન અને કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ગામના પાનેશ્વર ફળિયામાં આવેલી બ્લોક નમ્બર 663 વાળી જમીન માં જીવંત વીજ તાર તૂટી પડતા આઠ વીઘા શેરડી નો ઉભો પાક બળી ને ખાખ.

ProudOfGujarat

સોમનાથ -જૂનાગઢ ફરવા જવા માટે અંકલેશ્વરમાં યુવાને ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને આખરે જેલના સળીયા પાછળ ધકેલાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!