રાજપીપળા નર્મદા હાલ કોવીડ 19 ની મહામારીથી બચવા સૅનેટાઇઝેશન અને સ્વછતા ખુબ જ અગત્યના હોવાનું આયુષ મંત્રાલયે પણ બતાવ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર સૅનેટાઇઝેશન માનવ જીવન માટે ખુબ જ અગત્યનું છે વળી જો માનવ વસવાટની આજુબાજુનાં સ્થળ પર સૅનેટાઇઝ કરવામાં આવે તો આ મહામારીથી બચી શકાય તેમ છે ત્યારે રાજપીપળા નગરપાલિકા વિસ્તારને સંપૂર્ણપણે સૅનેટાઇઝ કરવા સ્વાદયાય પરિવારના શાસ્ત્રી પાંડુરંગ આઠવલે અને દીદી દ્વારા રાજપીપળા નગરપાલિકાને ખાસ ફોંગીગ મશીન આપવામાં આવ્યું હતું. આ ફોગીંગ મશીન દ્વારા એક સાથે 600 લીટર પાણીમાં સોડિયમ હાઇપોક્લોરાઇડ નાંખી દોઢ કલાક સુધી શહેરની નાનામાં નાની ગલીમાં કે શેરીમાં પહોંચી સૅનેટાઇઝ કરી શકાય છે. ઓછા મેન પાવરથી ટ્રેકટરની મદદથી સમગ્ર શહેરને સૅનેટાઇઝ કરી શકાય છે ત્યારે આ મશીન રાજપીપળા ખાતે આગામી ચાર દિવસ સુધી રહેશે અને સમગ્ર રાજપીપળા શહેરના દરેક વિસ્તારને સૅનેટાઇઝ કરવામાં આવશે. ત્યારે આ વિશેષ ફોગીંગ મશીન હાલ રાજપીપળા સમુ સાબિત થઈ રહ્યું છે. રાજપીપળા નગરપાલિકાનાં ચીફ ઓફિસર જયેશ પટેલ એ જણાવ્યું હતું કે આ મશીનથી સમગ્ર રાજપીપળા વિસ્તારને સૅનેટાઇઝ કરાશે તથા સ્વાદયાય પરિવારનાં મહેશભાઈ પટેલ તથા સતિષભાઈ પટેલ એ હાજર રહી આ મશીન વધુમાં વધુ વિસ્તારમાં સૅનેટાઇઝેશન કરવા કામ લાગે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો
રાજપીપળા નગરપાલિકા વિસ્તારને સંપૂર્ણપણે સૅનેટાઇઝ કરવા સ્વાદયાય પરિવારનાં શાસ્ત્રી પાંડુરંગ આઠવલે અને દીદી દ્વારા રાજપીપળા નગરપાલિકાને ખાસ ફોંગીગ મશીન આપવામાં આવ્યું.
Advertisement