કોરોનાનાં સંક્રમણના કારણે સમગ્ર ભારતમાં લોક ડાઉન 3 કરવામાં આવ્યું છે જેના કારણે નર્મદા જિલ્લામાં દોઢ મહિનાથી તમામ દુકાનો બંધ છે માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તે માટે સવારે દુકાનો ખોલવામાં આવે છે. પરંતુ જિલ્લા કલેકટર નર્મદા એ રાજ્ય સરકારની સૂચના અને જાહેરાત મુજબ એક સ્થાનિક જાહેરનામુ જાહેર કર્યું છે. જેના કારણે સમગ્ર દુકાનો સવારે 7 થી 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નર્મદા જિલ્લો હાલ ઓરેન્જ ઝોનમાં આવેલ છે. નર્મદા જિલ્લાઓમાં આજથી હેર સલૂન, બ્યુટીપાર્લર અને માત્ર ચાની લારી દુકાનો ખુલી શકશે. ત્યારે પાન, પડીકી,તંબાકુની દુકાનો ,પાનના ગલ્લા ખુલશે નહીં. જિલ્લા કલેકટર એમ.આર. કોઠારી દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં ઉલ્લેખ કર્યું હતું કે જિલ્લામાં તમામ દુકાનો ખુલી રહેશે 12 વાગ્યા સુધી નર્મદામાં લોકડાઉનની ગાઈડલાઈન પ્રમાણે સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર સહિત સતર્કતા રાખવાની રહેશે. હેરસલૂન અને બ્યુટી પાર્લર સંચાલકો એક રૂમાલ વાપરવા નહીં, દુકાન ખુરશી અને કાતર કાંસકાને સતત સેનિટાઈઝેશન સહિતની કાળજી રાખવાની રહેશે અને હજુ વગર કામે બહાર ના નીકળવાનો પણ અને પોતે ખાસ કાળજી રાખવાની પણ જિલ્લા કલેકટરે અપીલ કરી હતી. શહેરમાં 25 જેટલી હેર સલૂન 18 જેટલા બ્યુટીપાર્લર અને 40 જેટલી ચાની લારીઓ સહિતની દુકાનો આજથી વધુ ચાલુ થશે. આમ જિલ્લામાં આવા 300 થી વધુ પરિવારોની રોજગારી મળશે.
મોન્ટુ
રાજપીપલા નર્મદા બ્યુરો