કોરોનાની મહામારી વચ્ચે હાલ લોકડાઉન અમલી બનાવાયું છે.લોકડાઉનમાં એક તરફ ધંધા રોજગાર બંધ રહેતા લોકો કફોડી હાલતમાં જીવી રહ્યા છે ત્યારે જ રાજપીપળા પાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓને મેહેકમના આધારે છુટા કરાતા એમણે પાલિકામાં હલ્લા બોલ કર્યો હતો. રાજપીપળા નગરપાલિકા ભાજપ અને વિપક્ષ બંને સાથે રહી શાસન ચલાવી રહ્યા છે. પરંતુ પ્રજાના તેમજ સફાઈ કામદારોના મુદ્દે હંમેશા કોઈને કોઈ વિવાદ જોવા મળે છે. કોરોનાની મહામારી વચ્ચે રાજપીપળા નગરપાલિકામાં રોજમદાર સફાઈ કર્મચારીઓએ હલ્લાબોલ કરી પોતાની માંગો પાલિકાના ચીફ ઓફિસર પાસે લઈ પહોંચ્યા હતા.રોજમદાર સફાઈ કામદારોએ રીતસરના ચીફ ઓફિસરનો ઘેરાવો કર્યો હતો બાદમાં ચીફ ઓફિસરે પોતાના પ્રોટેક્શન માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.રાજપીપળા ટાઉન પી.આઈ આર.એન રાઠવા સહિત પોલીસ કાફલો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો બાદ સફાઈ કર્મીઓના આગેવાનો, પાલિકા ચીફ ઓફિસર અને પોલીસ સાથે બેઠક બાદ રોજમદાર કર્મચારીઓને મહેકમ મુજબ છૂટા ન કરવા તેમજ પગાર બાબતે ગ્રાન્ટ આવે એટલે પગાર કરવા ચીફ ઓફિસરે બાંહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ બાબતે રોજમદર સફાઈ કર્મચારીઓએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં અમે કામ કર્યું છે છતાં પગારો થતા નથી.ઉપરાંત અમને કોઈ પ્રોટેક્શન કે સેનેટાઈઝર કંઈ જ મળતું નથી. શું અમે જાનવર છે ??? અમારા સ્વાસ્થ્યનું શું અને પાલિકા પગાર બાબતે કાયમ એક જ જવાબ આપે છે પૈસા નથી તો આ સંસ્થા કઈ રીતે ચલાવો છો?? તેવા સવાલો કર્યા હતા. રાજપીપળા પાલિકા સભ્ય ડો.કમલ ચૌહાણે જણાવ્યું હતું કે રોજમદાર કર્મચારીઓના પ્રશ્નો બાબતે પાલિકાના ચીફ ઓફિસર સાથે વાત થઈ અને અમારા કર્મચારીઓ મહેકમ કરતા વધારે નથી તો શા માટે 15-15 દિવસ કામ કરવાનું આયોજન કરાયું. ત્યારબાદ સંતોષકારક જવાબ મળ્યો છે તમામ કર્મચારીઓ ચાલુ રહેશે તેમ બાંહેધરી આપી હતી.
મોન્ટુ
રાજપીપલા
નર્મદા બ્યુરો
રાજપીપળા પાલિકા સફાઈ કર્મીઓનો પાલિકામાં હલ્લાબોલ, પોલીસ આવતા મામલો થાળે પડયો.
Advertisement