હાલ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે જેમાં રોજે કમાઈને ખાનારા ઓની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે જેને લઈને મૂળ રાજપીપળા જાની પાયગામાં રહેનાર શબનમ મહેમુદ કડીવાલા વડોદરાના તરસાલીની આઈ.ટી.આઈ ખાતે પ્રોફેસર છે તેમને ગરીબોની વ્હારે આવીને પોતાના પગારનાં બચત કરેલ પૈસામાંથી 500 થી વધુ જીવન જરૂરીયાત વસ્તુઓની કિટો બનાવી હિન્દૂ મુસ્લિમ સમાજના લોકોને વિતરણ કરી હતી. કોણ છે ન્યૂ રાજ ઓટો મોબાઈલ વાળાની સુપુત્રી શબનમ કડીવાળા તેમને નાની વયમાં તમામ પદો પર આગળ આવી છે. તેને પારૂલ યુનિવર્સિટી ખાતે એમ ટેક સુધીનો અભ્યાસ કરી વડોદરાની તરસાલી આઈ.ટી.આઈ ખાતે પ્રોફેસર તરીકે સેવા આપે છે. શબનમ કડીવાલાએ રાજપીપળાની મુસ્લિમ યુવતીઓને સાચા માર્ગ પર લઈ જઈને તેમને તમામ સુખ દુઃખમાં મદદ કરી છે. શબનમને મુસ્લિમ સમાજ માટે એક અપીલ કરી છે કે રમઝાન મહિનામાં નહીં પરંતુ ગરીબ લોકોની ગમે તે સમયે વ્હારે આવવું એ જ સાચી ઈબાદત છે તેમજ આપણને મદદરૂપ થતા આરોગ્ય કર્મીઓ પોલીસ કર્મીઓને સાથ સહકાર આપો તેમનો અપમાન ના કરશો એ આપણા છે તેમને પડખે રહો ઘરે રહો સુરક્ષિત રહો.
મોન્ટુ રાજપીપલા
નર્મદા બ્યુરો