રાજપીપળા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 2 અમલમાં મુકવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય અને કેન્દ્રમાંથી મોટા નિણર્ય લેવામાં આવ્યા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા માજી સૈનિકોને જાન્યુઆરી 2020 થી જાન્યુઆરી 2021 સુધીનું મોંઘવારી ભથ્થું રોકવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે જેમાં માજી સૈનીકોમાં ભારે રોષ જોવા મળ્યો છે રાજપીપળાનાં ટેકરા ફળીયા ખાતે રહેતા માજી સૈનિક સુરેશ માધુ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ નિણર્ય ખોટો લેવામાં આવ્યો છે અમે માત્ર સૈનિકોનું આવકનું સાધન એક માત્ર પેન્શન હોય છે મોટા ભાગના માજી સૈનિકો એવા સમયે 35 થી 48 વર્ષે નિવૃત થતા હોય છે જ્યારે તેના પર સંપૂર્ણ ઘરની સઘળી જવાબદારી હોય છે ઉદા. બાળકોના લગ્ન,બાળકોનું એજ્યુકેશન,વૃદ્ધ માં-બાપનો દવાનો ખર્ચ વગેરે જેથી આપનાં દ્વારા લેવાયેલ નિર્ણય અમારા માટે આર્થિક તંગદિલી સમાન છે આ નિણર્ય પર ગુજરાતના માજી સૈનિકોએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને પત્ર લખી જણાવ્યું કે સરકાર દ્વારા જો મોંઘવારી ભથ્થું રોકવાનો નિર્ણય તાત્કાલિક પરત લેવામાં નહી આવે તો અમારી આપશ્રી દેશના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે અપેક્ષા કે તમામ (એમપી,એમએલએ) દ્વારા લેવાતા તમામ ભથ્થા માંહે જાન્યુઆરી 2020 થી જાન્યુઆરી 2021 સુધી સ્વૈચ્છીક રીતે રોકી દેવા તેમજ આ સમય દરમિયાન આપનાં કોઈ પણ પગાર ભથ્થામાં પણ વધારો સ્વીકારવો ન જોઈએ અને સાથે સાથે આવા નિવૃત,એમએલએ,એમપી નાં પણ ઉક્ત મુજબ તમામ ભથ્થા બંધ કરી દેવામાં આવે જે પોતાની જાતને દેશના સેવક કહે છે એવી અમારી ઉગ્ર માંગ છે. આમાંથી અમુક કર્મચારીઓ/પેન્શનરોએ તો અગાઉ પોતાનો એક દિવસનો પગાર જમા કરવાની સ્વૈચ્છીક સ્વીકૃતિ આપેલ છે તેમ છતાં આપના દ્વારા લેવાયેલ આ નિર્ણય ભેદભરી નીતિ રૂપ છે જે કર્મચારીઓ વૈશ્વિક મહામારીમાં પોતાની પરવાહ કર્યા વગર સેવા આપી રહયા છે. તેમજ જે સૈનિકોએ જીવનભર દેશને માટે હંમેશા જીવના જોખમે સેવા આપી છે અને હાલ નિવૃત પછી પણ દેશને માટે સેવા આપવા તત્પર એવા સૈનિકો,નિવૃત સૈનિકોને પણ આમાંથી બાકાત રાખ્યા નથી જે ગંભીર બાબત છે. અંતમાં આપની પાસે તમામ ગુજરાતના માજી સૈનિકો વતી અમારી ઉગ્ર માંગ છે કે આપના દ્વારા લેવાયેલ મોંઘવારી ભથ્થું રોકવાનો નિર્ણય સત્વરે પરત લેવામાં આવે તેવી નમ્ર અરજ છે.
મોન્ટુ રાજપીપલા
નર્મદા બ્યુરો