Proud of Gujarat
GujaratFeaturedINDIA

હિન્દુઓ પર થતા હુમલા મામલે નર્મદા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદનો વિરોધ.

Share

 

હિન્દુઓ પર વારંવાર થતા હુમલા મામલે કાર્યવાહી કરવા નર્મદા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Advertisement

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):છેલ્લા ઘણા સમયથી  વિધર્મીઓ દ્વારા દેશના પ્રમુખ અને પ્રાચીન એવા હિન્દુ ધર્મના ધાર્મિક તહેવારો નિમિતે નીકળેલી શોભાયાત્રાઓ અને તહેવારો દરમિયાન મુસ્લિમો દ્વારા વારંવાર હુમલાઓ કરતા હોવાનો ગંભીર આક્ષેપ નર્મદા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે લગાવ્યો છે.આ હુમલાઓ નિંદા કરી આ મામલે કાર્યવાહી કરવા નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાજુઆત કરી હતી.
નર્મદા જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્વામી સદાનંદ,પ્રગનેસ રામી,અલ્પેશ પટેલ સહિતના આગેવાનોએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે હિન્દુઓ અને હિન્દુ તહેવારો નિમિતે નીકળેલી શોભાયાત્રાઓ પર મુસ્લિમો દ્વારા હુમલાઓ કરી હિન્દુઓ પર વિધર્મી કૃત્યો દ્વારા ભય પેદા કરાઈ રહ્યો છે.તાજેતરમાં જ અશોક પટેલ નામના યુવાન પર મુસ્લિમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નિર્મમ હત્યા કરાઈ હતી.આ ઘટનાને અમે વખોડીએ છે.અમારી માંગણી છે કે અશોક પટેલના હત્યારાઓની ધરપકડ કરી એમની સામે કોમવાદ ફેલાવવાનો ગુનો દાખલ કરી સખત કાર્યવાહી કરવામાં આવે.ગુજરાતના પ્રવર્તમાન તમામ વિધર્મી ગુંડા તત્વો સામે સરકાર અલાયદી કાર્યવાહીની પોલીસને સૂચના આપે.હિન્દૂ ધાર્મિક શોભાયાત્રાઓ દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા રાખી આવી ઘટનાઓ પર અંકુશ મેળવે.દેશના ચોથા સ્તંભ પત્રકારો પણ સુરક્ષિત નથી, તો જરૂરિયાતના સમયે પત્રકારોને પણ સુરક્ષાનો માહોલ પૂરો પાડવા સરકાર કાર્યરત થાય.આ તમામ માંગણીઓ મામલે સરકાર ગંભીરતાથી નોંધ લે અને ત્વરિત કાર્યવાહી કરે એવી અમારી માંગ છે.


Share

Related posts

ભરૂચ : બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ, સવારથી જ પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓથી ઉભરાયા.

ProudOfGujarat

ભરૂચ શહેરની લાલ બજાર પોસ્ટ ઓફિસ ખાતે રૂપિયા ઉપાડવા આવેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો.

ProudOfGujarat

સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!