નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના ગામોમાંથી સગીર કિશોરીને પરણવા આવેલી જાન લીલાતોરણે પાછી ફરી.
રાજપીપલા : નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાઓના ગામોમાંથી સગીર કિશોરીને પરણવા આવેલી મહેસાણા અને સુરતની જાનો લીલાતોરણે પાછી ફરી, જિલ્લા કલેક્ટરને માહિતી મળતા જેમની સૂચનાથી બાલસુરક્ષા વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગે ચેકીંગ કરી બે બાળલગ્નો અટકાવ્યા અને યુવક સાહતી બાળકીઓના માતા પિતા એજન્ટ સામે કાર્યવાહી કરી.
નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની કુમળી સ્વરૂપવાન કિશોરીઓને રૂપિયાના જોરે ખરીદી પત્ની તરીકે રાખી પીંખી નાખનારા હવસ ખોરો સામે પગલાં ભરવા જરૂરી બન્યા છે, મોંઘવારીમાં દીકરીના લગ્નનો ખર્ચ ના ઉઠાવી શકનારા ગરીબ માં બાપ ને રૂપિયા આપી લગન કરી લઈજાય છે. આવા બે કિસ્સા નર્મદા જિલ્લામ તાજેતરમાં બન્યા, નાંદોદ તાલુકાના એક અંતરિયાળ ગામ જેમાં 16 વર્ષની સગીર વયની કિશોરીને પરણવા મહેસાણા ના પટેલ પરિવાર ની જણ આવી હતી, જયારે બીજી બાજુ ગરુડેશ્વર તાલુકાના પણ અંતરિયાળ આદિવાસી ગામમાં આદિવસી કિશોરી ને પરણવા સુરત નું એક પટેલ પરિવાર આવ્યું હતું આ બંને પરિવારો લગ્ન મંડપે પહોંચ્યા કિશોરીઓ ને ઘરે લગ્ન મંડપ લગ્નના તોરણ બંધાયા અને લગ્ન ના ફેરા ફરે એ પહેલા સમાજસુરક્ષા અને બાળ સુરક્ષાની ટીમ એ આ લગ્ન અટકાવ્યા, વરરાજા અને તેમના પરિવારો પર કાર્યવાહી હાથ ધરી પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવોની મુખ્ય સૂત્રધાર દલાલો છે જે જિલ્લામાં ફૂટી નીકળ્યા છે, કમિશન ની લાય માં જિંદગીના સોદા કરે છે જેમની સામે પગલાં ભરવા જરૂરી બન્યા છે.
બોક્ષ : નર્મદા જિલ્લામાં ભોળા અને ગરીબ આદિવાસીઓ ભરમાવી રૂપિયાની લાલચ આપી કુમળી વયની દીકરીઓને સવર્ણો ખરીદીને લઇ જાય છે આ આદિવાસી જાતી માટે ખતરા રૂપ છે. જે બંધ થવું જોઈએ અને જેના માટે કાયદો કડક બનવો જોઈએ કે આદિવાસી દીકરીઓ વેચાય નહિ,ખરેખર તો આ એજન્ટોને કડક માં કડક સજા કરવી જોઈએ >>>મહેશ વસાવા (સામાજિક કાર્યકર )