Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કુલ 593 કેસ કરી1200 ઈસમો વિરુદ્ધ જાહેરનામાનાં ગુન્હા દાખલ કરાયા.

Share

રાજપીપળા નર્મદા પોલીસ દ્વારા હાલ લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પોલીસ સતત કાર્યરત છે જેમાં નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સીસીટીવી દ્વારા તેમજ જુદા જુદા પોઈન્ટ ઉપર જાહેરનામા ભંગ કરનારો વિરુદ્ધ તા 25.3.2020 થી 28.4.2020 સુધી કુલ 593 કેસો કરવામાં આવ્યા છે
જે પૈકી ડ્રોન દ્વારા કુલ 38, સીસીટીવીના 34 કેસો સહિત કુલ 1167 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. તેમજ લોકડાઉનમાં વાહનો પર કારણ વગર ફરતા એક મહિનામાં 1007 જેટલા વાહનો ડિટેન કરી કુલ 2,16,000/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લામાં પોલીસને ફ્લેગ માર્ચ દ્વારા પણ ઠેર ઠેર તાળીઓથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ લોકો માટે સંદેશ આપતા જણાવ્યું કે નર્મદા પોલીસ જાહેર જનતા માટે કડક કાયદાનું પાલન કરાવવા કટિબદ્ધ છે તેમજ કોરોના વાયરસથી જાહેર જનતા પોત પોતાના ઘરે રહે અને સુરક્ષિત રહે અને સરકારએ આપેલા લોકડાઉનનું પાલન કરવા અપીલ કરી હતી.

મોન્ટુ રાજપીપલા
નર્મદા બ્યુરો

Advertisement

Share

Related posts

નડિયાદ : રોટરી ક્લબ સંચાલિત બધિર વિહાર ખાતે કોકલીયર સેન્ટર શરૂ કરાયું.

ProudOfGujarat

યાત્રાધમ પાવાગઢ ખાતે નવચંડી યજ્ઞ યોજાયો..

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા પંચાયતનાં સભાખંડમાં આજરોજ ઉમરપાડા ટ્રાયબલ સબ પ્લાનનું આયોજન 499 લાખ રૂપિયાનાં વિકાસનાં કામોનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!