Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાનાં વડફડીયા વિસ્તારમાં પાલિકાનાં પીવાના પાણીની લાઈનમાંથી સાપનાં કણ નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડાં..?!

Share

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન અમલમાં છે. સરકાર દ્વારા કોરોનાથી બચવા માટે વિવિધ સૂચનો કરવામાં આવે છે સાથો સાથ પાલિકાને નગરમાં સાફસફાઈ તેમજ સેનેટાઇઝેશન માટે પણ જણાવાયું છે ત્યારે રાજપીપળા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે.
રાજપીપળાના વડફડીયા વિસ્તારમાં આજે સવારે જ્યારે પાણી આવ્યું ત્યારે મહિલાઓ કપડાં ધોવા તથા ઘરકામમાં લાગી હતી ત્યારે અચાનક પાલિકાની પીવાના પાણીની પાઇપ લાઈનમાંથી સાપના કણનો મોટો ગુચ્છો નીકળતા પ્રથમ તો મહિલાઓ ગભરાઈ ગઈ હતી અને રાજપીપળા પાલિકાની આટલી મોટી ગંભીર બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો. પાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીમાં સાપના કણો નીકળતા સમગ્ર વિસ્તારના લોકો રોષે ભરાયા છે અને પાલિકા તંત્ર ત્વરિત આ અંગે પગલાં લે અને જો પાઇપ લાઈનોમાં ભંગાણ હોય તો લાઈનો રીપેર કરાવે તેવી લોકોએ માંગ કરી છે.આ બાબતે વોર્ડ નંબર 1 ના સભ્ય સલીમ સોલંકીએ ચીફ ઓફિસરને ટેલિફોન કોન્ટેક્ટ કરીને સલીમ ભાઈએ ચીફ ઓફિસરને મળવાનું કહેતા પાલિકાના ચીફ ઓફિસરે લોકડાઉન હોવાથી મળવાનું ના કહેતા આક્રોશ જોવા મળ્યો હતો અને એમણે જણાવ્યું હતું કે આગળ પણ મારા વોર્ડમાં કબૂતરનાં પીંછા નિકળયાં હતા મેં આની રજુઆત પણ કરી હતી. પાલીકા તંત્ર દ્વારા કોઈ કરવા આવતું નથી જો આગળ પર પાલિકા તંત્ર આ સમસ્યાનો નિકાલ નહિ લાવે તો જીવનું જોખમ વધી શકે છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં વારંવાર આવી ઘટનાઓ બને છે ડહોડું પાણી, પાણીમાં કચરું વગેરે તેમજ ફિલ્ટર પાણીની યોજના પણ ખાડે ગઈ પરંતુ નગરપાલિકા દ્વારા જાણે આંખ આડા કાન કરાતા હોય તેમ કોઈ પગલાં લેવાતા નથી જેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે.ત્યારે શું હાલના તબકકે પાલીકાના મુખ્ય અધિકારીને ફક્ત સેનેટાઇઝેશનમાં જ રસ હોય તેમ અન્ય તકલીફો બાબતે કોઈ ધ્યાન આપતું નથી.

રાજપીપળા, આરીફ જી. કુરેશી

Advertisement

Share

Related posts

પંચમહાલ-કાલોલના હિંમતપુરા પાસે એસ ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત ૧ નું મોત થયા નું અનુમાન.૩૦ થી વધુ નો બચાવ….

ProudOfGujarat

સુરત-લીંબાયત,આસ્તિક નગર પાસે ગણપતિ યાત્રા દરમ્યાન કરંટ લાગતા 7 વ્યક્તિઓને ઇજા,1 નું મોત

ProudOfGujarat

સાઉથ આફ્રિકા ખાતે કાર અકસ્માતમાં મનુબરના આશાસ્પદ યુવાનનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!