રાજપીપલા નર્મદા જિલ્લાના ડેડીયાપડા તાલુકામાં આવેલ ગુજરાતનો છેલ્લો ગામ ગણાતો વાંદરી ગામ ખાતે રહેતા 1500 થી વધુ આદિવાસી સમાજના લોકોને જીવન જરૂરીયાત સામગ્રીની કિટો પહોંચાડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ સમગ્ર ભારતમાં કોરોનાની વૈશ્વિક મહામારીના લીધે લોક ડાઉન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ વાંદરી ગામના લોકોની વ્હારે આવ્યા. તેમને 20 દિવસ ચાલે એટલું અનાજ શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની સામગ્રી નાંદોદ ધારાસભ્ય પી ડી વસાવાને તાત્કાલિક મોકલી 500 થી વધારે કિટો બનાવી જીવન જરૂરિયાત સામગ્રી લોકો સુધી પહોંચાડી હતી. જેમાં લોકો ખુશ જોવા મળ્યા હતા. ગામમાં રહેતા લાલજી ડૂસીયા વસાવાએ તો આદિવાસી ભાષામાં તેમના આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી અને બોલ્યા હતા કે અહેમદ પટેલ શા ભગવાન તુમન જીવતા રાખો તેમ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. સાંસદ અહેમદ પટેલ એ જ્યારથી વાંદરી ગામને દત્તક લીધું છે ત્યારથી ગામનો નાનામાં નાનો પ્રશ્નની પણ ચિંતા કરી ગામનો નકશો કાયા પલટ કરી દિધો હતો.
રાજ્યસભાનાં સાંસદ અહેમદ પટેલ વાંદરી ગામનાં લોકોની વ્હારે આવ્યા નાંદોદ ધારાસભ્ય પી.ડી વસાવાને તાત્કાલિક 500 થી વધારે કિટો જીવન જરૂરિયાત મંદ લોકો માટે રાહત સામગ્રી મોકલાવી.
Advertisement