હાલ કોરોનાના કહેરને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબ વર્ગ મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે વિવિધ નેતાઓ તેમજ સામાજિક સંસ્થાઓ લોકોની વ્હારે આવી છે.
વાત કરીએ નર્મદા જિલ્લાના અતિ અંતરિયાળ વાંદરી ગામની કે જે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલે દત્તક લીધેલ છે.પહેલા આ ગામમાં રસ્તાની સુવિધા ન હતી કોઈ બીમાર પડે કે હોસ્પિટલ લઈ જવાનું થાય તો ઝોળી બનાવી લઈ જવા પડતા ઉપરાંત વીજળીની સુવિધા પણ ન હતી, લોકોને ખેતી કરવા માટે સિંચાઈનું પાણી પણ હતું નહીં અહેમદભાઈ પટેલે દત્તક લીધા બાદ વાંદરી ગામમાં રોડ રસ્તા, વીજળી, સિંચાઈ સહિતની સુવિધાઓ ઉભી થઇ.હાલ જ્યારે કોરોનાની મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોની રોજી રોટી પણ બંધ થઈ છે અને ગરીબ મજૂરીયાત લોકો નિરાધાર બન્યા છે તો આવી પરિસ્થિતિમાં અહેમદભાઈ પટેલની સૂચના મુજબ વાંદરી ગામમાં ગરીબ જરૂરીયાત મંદોને નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાએ આજરોજ 175 જેટલી અનાજની કિટનું વિતરણ કર્યું હતું.
સાથે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દામા ભાઈ વસાવા, ડેડીયાપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દેવજી ભાઈ વસાવા, ડેડીયાપાડા એ.પી.એમ.સી ચેરમેન જાતર ભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ બાબતે નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યસભા સાંસદ અહે પટેલની સૂચના મુજબ તેમણે દત્તક લીધેલ નર્મદા જિલ્લાના વાંદરી ગામે 175 જેટલી અનાજની કીટનું વિતરણ કર્યું છે. અહેમદ પટેલે દત્તક લીધા બાદ આ અંતરિયાળ ગામ વાંદરીમાં રોડ રસ્તા, વીજળી, સિંચાઈ અને શિક્ષણની સુવિધાઓ ઉભી થઇ છે.ડુમખલ ગ્રુપ ગ્રામપંચાયત સરપંચ અનિરુધ વસાવાએ જણાવ્યું હતું કે અહેમદ પટેલ દ્વારા મોકલાવેલ અનાજની કીટો નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા દ્વારા વાંદરી ગમે વહેંચવામાં આવી છે જેથી ગરીબોના ઘરે ચૂલો સળગશે.
રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા, નર્મદા