હાલ કોરોના મહામારી એ વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ૧૧ પોઝીટીવ કેસ સારવાર હેઠળ હોય તંત્ર દરેક પ્રકારની તકેદારી અને જાગૃતિ બાબતે પ્રયાસ કરે છે છતાં અમુક લોકો તેનો અમલ કરતા નથી તેવામાં રાજપીપળા શહેરમાં લારી લઈ શાકભાજી વેચનાર યુવાન લોકો માટે પ્રેરણારૂપ જોવા મળ્યો હતો.રાજપીપળા વિસાવાગા વિસ્તારમાં રહેતા મયુરભાઈ પંચોલી નામનો યુવાન શહેરમાં લારી લઈ શાકભાજી વેચે છે. હાલ કોરોના મહામારી વચ્ચે વાયરસનો ભય હોય આ યુવાન ગ્રાહકોને પહેલા સેનેટાઇઝરથી હાથ સાફ કરાવી ત્યાર બાદ જ વસ્તુ અને પૈસાની લેવડ દેવડ કરે છે ત્યારે આ યુવાન લોકો માટે ઉદાહરણરૂપ કહી શકાય,આમ તો સરકાર અને સ્થાનિક તંત્ર કોરોના બાબતે સાવચેતી રાખવા વારંવાર સૂચનો કરે છે છતાં કેટલાક ભણેલા લોકો કે વેપારીઓ પણ તેનું પાલન ન કરી આવી મહામારીની પરવાહ નથી કરતા ત્યારે શાકભાજી લઈ ફળિયે ફળિયે ફરતા યુવાને આ માટે પોતાની અને પોતાના ગ્રાહકોની ચિંતા કરી તેની લારીમાંથી શાકભાજી ખરીદતા ગ્રાહકોને સૌથી પહેલા હાથમાં સેનેટાઇઝર આપી હાથ સાફ કરાવતો હોય લોકોએ આ યુવાનને જોઇ શીખ લેવી જોઈએ. જો દરેક વ્યક્તિ જાગૃત થશે તો કોરોના જેવી મહામારીને પણ આપણે માત આપવામાં જરૂર સફળતા મેળવીશું.
રાજપીપળામાં લારીમાં શાકભાજી વેચનાર યુવાન લોકો માટે ઉદાહરણરૂપ લારી પર આવતા ગ્રાહકોને સેનેટાઇઝથી હાથ સાફ કરાવે છે.
Advertisement