Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા શાકમાર્કેટ બંઘ રહેવાની વાતો વહેતી થતા લોકો ચિંતામાં મુકાયા : વાંચો અહેવાલ શું છે હકીકત???

Share

રાજપીપળા શાકમાર્કેટ બંધ રહેવાની વાતો વહેતી થતા લોકોમાં ચિંતા આ બાબતે શાકમાર્કેટના પ્રમુખ હાસનભાઈ સાથે વાત કરતા તેઓએ આ વાતને અફવા ગણાવી અફવાનું ખંડન કર્યું.હાલ કોરોનાની મહામારીના કારણે લોકડાઉન બીજા તબક્કામાં છે ત્યારે આવશ્યક વસ્તુઓ લોકો સુઘી નિયમિત પહોંચતુ રહે તે દિશામાં તંત્ર પણ કામ કરી રહ્યું છે. રાજપીપળામાં દૂધ, શાકભાજી, કરીયાણું લોકોને સહેલાઈથી મળી રહે છે. પરંતુ આજે રાજપીપળામાં શાકભાજીનું મુખ્ય માર્કેટ બંધ રહેશે તેવી વાતો વહેતી થતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને લોકો મૂંઝવણમાં મુકાયા હતા.આ બાબતે રિયાલિટી ચેક કરવા માટે અમારા પ્રતિનિધિ દ્વારા શાકમાર્કેટના પ્રમુખ હસનભાઈ તાઈ સાથે વાત કરતા તેઓએ આ અફવા હોવાનું જણાવ્યું હતું અને આ વાતનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે માર્કેટ રાબેતા મુજબ ચાલુ છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા

Advertisement

Share

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ‘ઉત્કર્ષ સમારોહ’ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત.

ProudOfGujarat

લીંબડી શહેરમાં ચાર વોટર એટીએમનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં સબ જેલ ખાતેનું રમત-ગમતનું મેદાન જનતાને ફાળવવા વડોદરા ની ટેનિસ પ્લેયર ની કલેકટર સમક્ષ માંગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!