હાલમાં કોરોના વાયરસે સમગ્ર ભારતને બાનમાં લીધું છે ત્યારે ગરીબો અને મધ્યમ લોકો પર રોજને રોજ કમાણી ખાવાવાળા પર જાણે કે એક આફત તૂટી હોય એમ લાગી રહ્યું છે. લોકડાઉન જાહેરાત કરી છે ત્યારથી જ નર્મદા જિલ્લા પોલીસ સતત ખડે પગે લોક ડાઉનલોડનું પાલન કરાયું છે એનાથી હટકે રાજપીપળા પી.આઈ રાઠવા સાહેબ થોડાક દિવસ પહેલા જ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરીયાળ ગામડે જુનારાજ જઈને ત્યાંના ગરીબોને અનાજ કીટ વહેંચીને મસીહા બન્યા હતા અને ફરી એકવાર બાદ ફરી રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારના અંતરિયાળ ગામ બારખડી કમોદિયા ગામે છેવાડાના વિસ્તારમાં રાજપીપળા પોલીસ સ્ટેશન પોલીસ પી.આઈ.આર.એન રાઠવા નાઓ દ્વારા એન.જી.ઓનો સંપર્ક કરી તેઓની સાથે રહી ગરીબ માણસો જે રોજ કમાઇને રોજ ખાવાનું ખાતા લોકોને લીલી શાકભાજી તથા અનાજની કીટ વિતરણ કરી ગરીબ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ અંગેનું વિતરણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. જે કમોડીયા ગામ એકદમ છેવાડું અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ જે ગામના લોકો મજૂરી કામ કરવા માટે રાજપીપળા આવતા હોય પરંતુ લોકડાઉનના કારણે મજૂરી કરવા આવી શકતા નથી. તેઓને જીવન જરૂરિયાત વસ્તુ પહોંચાડી ગામનાં લોકોને મદદ પૂરી પાડેલ છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી
રાજપીપળા ટાઉન પી.આઈ. રાઠવાની માનવતા : એન.જી.ઓ સાથે રહી અંતરીયાળ ગામોમાં કીટ વિતરણ કરાઈ.
Advertisement