હાલ કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારતભરમાં લોકડાઉન અમલમાં છે ત્યારે એપેડેમીક ડીસીઝ એકટ મુજબના કાયદાઓ પણ લગાવવામાં આવ્યા છે ઉપરાંત વધુ માણસો ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે દરેક જગ્યાએ ધારા ૧૪૪ પણ લાગવાઈ છે. ૯ એપ્રિલ ૨૦૨૦ ગુરુવારની રાત્રે મુસ્લિમ સમાજ માટે મોટી ઈબાદત માટેની રાત હતી જેને શબે બરાત તરીકે પણ ઓળખાય છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાજ અદા કરી અલ્લાહની ઈબાદત કરે છે અને રાત્રે કબ્રસ્તાન જઈ મૃત્યુ પામેલા પોતાના પરિજનોની કબર પાસે જઈ તેમની રૂહ માટે દુઆ કરે છે ઉપરાંત આ રાત્રે જીવનની પાછલા વર્ષની હિસાબ કિતાબની ડાયરી બંધ થાય છે અને નવી ડાયરી શરૂ થાય છે. મુસ્લિમ અગ્રણીઓ અને મસ્જિદના ટ્રસ્ટીઓએ સમગ્ર રાજપીપળાના મુસ્લિમ બિરાદરોને ઘરે રહી ઈબાદત કરવા અને લોકડાઉનમાં તંત્ર અને પોલીસ પ્રસાશનને સહકાર આપવા આપીલ કરી હતી જેને માન આપી સમગ્ર રાજપીપળાના મુસ્લિમ બિરાદરો એ મસ્જિદ અને કબ્રસ્તાન જવાનું ટાળ્યું હતું અને ઘરમા રહી નમાજ અદા કરી હતી અને કોરોના મહામારી અટકે તે માટે ખાસ દુઆઓ ગુજારાઈ હતી.
રાજપીપળા,આરીફ જી કુરેશી