કોરોના વાયરસની મહામારી વચ્ચે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં તા.૨૫-૩-૨૦૨૦ થી ગઇકાલ તા. ૮-૪-૨૦૨૦ સુધી અલગ અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખીને લોકડાઉન તથા જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કુલ-૧૮૦ કેસો કરી કુલ ૪૩૪ વ્યક્તિઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ લોકડાઉની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતાં કુલ ૫૩૯ જેટલાં વાહનો ડિટેઇન કરીને કુલ. રૂા ૧,૧૦,૮૦૦/- ની રકમ દંડ પેટે વસુલ કરાઇ છે આમ, લોકડાઉનના ચુસ્ત અમલ દ્વારા નાગરિકોને “ઘરમાં રહો સુરક્ષિત રહો” ની જિલ્લા પોલીસતંત્ર તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી, રાજપીપળા
Advertisement