Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નગર પાલિકાનાં સફાઈ સૈનિકોને સફાઈકીટ અને ફુલહાર આપી સન્માન કરાયું.

Share

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે ખડે પગે સેવા બજાવતા ડોક્ટર, નર્સ,પોલીસ સહિત ખાસ શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ સૈનિકોની કામગીરી આવા કપરા સમયે જીવના જોખમે પણ ખૂબ સારી હોય ત્યારે કોરોના વાયરસ જેવી મહામારી વચ્ચે પણ દરેકનું આંગણું સ્વચ્છ રાખતા સફાઈ કામદારો સન્માનને પાત્ર જરૂર છે તેથી રાજપીપળા શહેરને સ્વચ્છ રાખતા નગર પાલિકાના સફાઈ કામદારોનું પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ,કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, માજી પ્રમુખ ભરતભાઇ વસાવા,પાલીકા સદસ્યોમાં ભારતીબેન વસાવા, કાજલબેન કાછીયા સાથે વોર્ડના આગેવાનોએ પોત પોતાના વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ સૈનિકોનું જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સન્માન કર્યું હતું.આ કર્મચારીઓને ફુલહાર પહેરાવી સફાઈ કીટ આપી તેમની આવી મહામારીના સંકટ સમયની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.આ સન્માન સમયે પાલીકાના ચીફ ઓફિસર જયેશ પટેલે હાજરી આપી હતી અને તેમના સફાઈ સૈનિકોની યોગ્ય કામગીરી બદલ કરાયેલા સન્માનને બિરદાવ્યું હતું

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

શહેરાનગરમા કેરીરસની ધમધમતી હાટડીઓ પર આરોગ્ય વિભાગ ક્યારે તપાસ હાથ ધરશે?

ProudOfGujarat

લીંબડીમાં કોરોનાની એન્ટ્રી : ફીદાઇબાગમાં એક વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં લમ્પી વાયરસ નાબુદી અંગે પશુપાલન વિભાગે રસીકરણ અભિયાન હાથ ધર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!