હાલ કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારત ભરમાં લોકડાઉન અમલમાં છે ત્યારે એપેડેમીક ડીસીઝ એકટ મુજબના કાયદાઓ પણ લગાવવામાં આવ્યા છે ઉપરાંત વધુ માણસો ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે માટે દરેક જગ્યાએ ધારા 144 પણ લાગવાઈ છે. આગામી ૯ એપ્રિલ ૨૦૨૦ ગુરુવારની રાત્રે મુસ્લિમ સમાજ માટે મોટી ઈબાદત માટેની રાત આવી રહી છે જેને શબે બરાત તરીકે પણ ઓળખાય છે આ દિવસે મુસ્લિમ બિરાદરો રોજા રાખે છે તેમજ માન્યતા પ્રમાણે સાંજે સમૂહમાં નમાજ અદા કરી અલ્લાહની ઈબાદત કરે છે અને રાત્રે કબ્રસ્તાન જઈ મૃત્યુ પામેલા પોતાના પરિજનોની કબર પાસે જઈ તેમની રૂહ માટે દુઆ કરે છે ઉપરાંત આ રાત્રે જીવનની પાછલા વર્ષની હિસાબ કિતાબની ડાયરી બંધ થાય છે અને નવી ડાયરી શરૂ થાય છે. ચાલુ વર્ષે કોરોનાએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે ત્યારે રાજપીપલાના જામા મસ્જિદના ટ્રસ્ટના પ્રમુખ શરીફખાન ગરાસિયા તેમજ રાજપીપલા કબ્રસ્તાનના પ્રમુખ હસનભાઈ તાઈ દ્વારા સમગ્ર રાજપીપલાના મુસ્લિમ બિરાદરોને ઘરે જ રહી ઈબાદત કરવાની અપીલ કરી છે તેમજ આ મોટી ઈબાદતની રાત્રે કોરોના મહામારીનો અંત આવે તેવી દુઆ કરવા પણ ખાસ આહવાન કરાયું છે. ઉપરાંત મસ્જિદમાં તેમજ કબ્રસ્તાનમાં ન જાય અને ઘરેથી જ પોતાના મરહુમોને ઈસાલે સવાબ કરે તેવી પણ આપીલ કરી છે ઉપરાંત મસ્જિદ તેમજ કબ્રસ્તાનની બહાર લોકડાઉનનું પાલન કરવાની સૂચના આપતા બોર્ડ પણ લગાવાયા છે અને લોકડાઉનના પાલનમાં પ્રશાશન અને પોલીસને તમામ મુસ્લિમ બિરાદરો ખાસ સહકાર આપે તેવી પણ આપીલ કરી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી
રાજપીપલા : આગામી ગુરુવારે શબે બરાત તહેવારે તમામ મુસ્લિમ બિરાદરોને લોકડાઉનનું પાલન કરી ઘરે જ રહી ઈબાદત કરવા ટ્રસ્ટીઓની અપીલ.
Advertisement