હાલ કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ વર્ગને ભોજન તેમજ અનાજ પાણીનું વિતરણ કરાયું છે. ત્યારે રાજપીપળામાં પણ ઘણા બધા સેવાભાવી ગ્રુપ ગરીબોને વ્હારે આવ્યા છે.રાજપીપળાના મુસ્લિમ યુવાઓ દ્વારા લોકડાઉનનાં અનુસંધાને ગરીબો માટે શાકભાજી, ફ્રુટ ,અનાજની લગભગ 500 થી વધુ કિટનું વિતરણ કરાઇ રહ્યુ છે.સેવાભાવી યુવાનો જણાવે છે કે જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી બીજા જ દિવસથી અમે ગરીબ જરૂરિયાત મંદો માટે અનાજ, ફ્રુટ તેમજ શાકભાજીની કીટનું વિતરણ શરૂ કર્યું છે. આજ સુધી 500 થી વધુ કીટ વિતરણ કરાયું છે ઉપરાંત સસ્તા અનાજની દુકાનો બેંકો વિગેરે જ્યાં લોકો વધુ સંખ્યામાં હોય છે ત્યાં પાણીનું વિતરણ પણ કર્યું છે અને જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખીશું તેમ જણાવ્યું હતું.
રાજપીપળા, આરીફ જી કુરેશી