કોરોના મહામારીને લઈ સમગ્ર ભારત 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે રાજપીપળામાં પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાઇ રહ્યો છે. સરકાર તેમજ પ્રશાસન દ્વારા લોકડાઉનનો અમલ કરવા માટે લોકોને અનેક સૂચનો કરવામાં આવે છે પરંતુ કેટલાક લોકો બિનજરૂરી બહાના કરી બજારોમાં ફરતા જોવા મળે છે જેમની સામે નર્મદા પોલીસ દ્વારા લાલ આંખ કરાઈ હતી. પોલીસ દ્વારા બાઇક ઉપર ફરતા લોકોને રોકી તપાસ કરી બિનજરૂરી ફરતા તત્વોને મેમો આપવામાં આવ્યા હતા અને અમુક તત્વોની બાઇક ડિટેન પણ કરાઈ હતી. પોલીસની કડક કાર્યવાહીથી બિનજરૂરી ફરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બાબતે પી.એસ.આઈ સિંધી સાહેબ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે લોકડાઉનમાં બિનજરૂરી ફરતા તત્વો સમજાવ્યા બાદ પણ માનતા નથી બાદ પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના મુજબ બિનજરૂરી ફરતાઓનાં ડ્રાઇવિંગ લાઇસન્સ તેમજ આરસી બુક વિનાના લોકો સામે કડક કાર્યવાહી કરી સ્થળ પર જ મેમો તથા ગાડી ડિટેન પણ કરાઈ છે. અત્યાર સુધી લગભગ 130 જેટલા વાહનો ડિટેન કરાયા છે. ઉપરાંત લોકોને કામ વગર બહાર ન નીકળવા તેમજ લોકડાઉનનું પાલન કરવા પણ અપીલ કરી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી
લોકડાઉનમાં બિનજરૂરી ફરતા લોકો સામે રાજપીપળા પોલીસની કડક કાર્યવાહી.
Advertisement