કોરોનાને વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાઈ છે ત્યારે કોરોનાને ફેલાતો રોકવા માટે પ્રધાનમંત્રી મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે આ મહામારીને પહોંચી વળવા દરેક જિલ્લાઓમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે નર્મદા જિલ્લામાં નવી બનેલ આયુર્વેદિક કોલેજની બિલ્ડીંગમાં હંગામી ધોરણે આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે ત્યારે હાલ સેન્ટ્રલ ઓક્સિજન અને સક્ષમની નવી લાઈનો કરાઈ છે જેમાં ઓક્સિજન લાઈન આજે શરૂ થઈ ગઈ છે જ્યારે સક્ષમ લાઈન આવતી કાલથી શરૂ થઈ જશે તેમ રાજપીપળા સિવિલ હોસ્પિતલના મુખ્ય તબીબ ડૉ.જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું હતું ઉપરાંત આઇસોલેશન વોર્ડમાં દાખલ 4 દર્દીઓ પૈકી 2 દર્દીઓને આજે રજા અપાઈ છે અને અન્ય જે 2 દર્દી દાખલ છે તેમની તબિયત પણ સારી છે તેમ જણાવ્યું હતું અને હાલ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી તેમ પણ ઉમેર્યું હતું. એક વાત તો નક્કી છે અંતરિયાળ એવા નર્મદા જિલ્લાને કોરોનાનાં કારણે આઈ.સી.યુ અને સારો આઇસોલેશન વોર્ડ મળ્યો એ ચોકકસ કહી શકાય.
રાજપીપળા, આરીફ જી કુરેશી