Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાના એક ગામે 17 વર્ષીય સગીરા પર દુસ્કર્મ કરનાર યુવાન સામે ફરિયાદ

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:)નર્મદા જિલ્લામાં સગીર બાળકીઓ પર દુસ્કર્મની ફરિયાદ વધી રહી છે.જેમાં તિલકવાડા વિસ્તારમાં જ 4 જેટલા બનાવો બન્યા છે.લગ્નની લાલચ આપી સગીર વયની કિશોરીઓને યુવાનો ભગાડી,અપહરણ કરી લઇ જાય છે.ત્યારે આ ઘટનાઓ નર્મદા પોલીસના માથાનો દુખાવો પણ બની રહી છે.તિલકવાડા પોલીસ આ મામલે ગુનો નોંધી હાલ તપાસ કરી રહી છે.
તિલકવાડા તાલુકા એક ગામની એક 17 વર્ષીય સગીરા પર અપહરણ અને દુષ્કર્મ કર્યા અંગેની ફરીયાદ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.આ કેસમાં તિલકવાડા પોલીસે છોટાઉદેપુર તાલુકાનાં ભંગીયાવાડમાં રહેતા જયેશ ભીલની ધરપકડ કરી દુષ્કર્મ અને પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કર્યો છે.તિલકવાડા પોલીસનાં જણાવ્યા મુજબ ગત તા.18 એપ્રીલે જયેશ ભીલ તિલકવાડા તાલુકાની એક 17 વર્ષીય સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો અને બાદમાં સગીરાના પિતાએ અપહરણની ફરીયાદ નોંધાવી હતી.એ મુજબ પોલીસે તપાસ હાથ ધરી અને એ યુવાન અને ભોગ બનનાર સગીરાને મોરબી ખાતેથી એક પાણીની ફેકટરીમાંથી શોધી કાઢ્યા હતા.સગીરાનાં મેડીકલ ચેકઅપમાં સગીરા સાથે દુષ્કર્મ થયાનું ફલીત થતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એકટની કલમ મુજબ ગુનો દાખલ કરીને આરોપી જયેશને જેલ હવાલે કર્યો છે.જયેશને કોર્ટમાં રજુ કરીને વધુ તપાસ માટે રીમાન્ડની માંગણીની તજવીજ હાથ ધરી છે.
આ બાબતે કેવડીયાના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આર.એન.રાઠવાએ જણાવ્યું હતું કે આ યુવાન સગીરાનું અપહરણ કરીને લઇ ગયો હતો જેમાં તપાસ કરતા બન્ને મોરબી ખાતે પાણીની ફેક્ટરીમાં મળી આવ્યા હતા.પોલીસે એમને પકડી તિલકવાડા લાવી સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું ત્યારે દુસ્કર્મ  થયાનું જણાયું.જેથી એ યુવાન વિરુદ્ધ પોક્સોની કલમ લગાવી તાપસ હાથ ધરી છે.

Share

Related posts

જામનગરમાં શિવાજી જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરાના વોર્ડ નંબર 1 માં ડિજિટલાઈઝ સભ્ય નોંધણી કરાઈ.

ProudOfGujarat

માંગરોળ : ગરીબોની બેલી સરકાર અંતર્ગત આંબાવાડી ખાતે અનાજ વિતરણનો કાર્યક્રમ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!