લોકડાઉન બાદ કામ ધંધા બંધ થતાં સુરત સહિતના મોટા શહેરોમાં કામ કરતા મજૂરો અટવાયા છે પોતાના વતન મધ્યપ્રદેશ ,રાજસ્થાન કવાંટ જવા નીકળી પડયા છે ત્યારે ચાલતા ચાલતા તેઓ રાજપીપળા પહોંચી ગયા છે ત્યારે તંત્ર પણ મૂંઝવણમાં છે કે આ મજૂરવર્ગનું શું કરવું ક્યાં મોકલવા પોતાના પરિવાર નાના બાળકો સાથે નીકળેલા મજૂર પરિવાર એક જ આસ લગાવી બેઠા છે કે આ મહામારીમાં જ્યારે રોજી રોટી છીનવાઈ ગઈ છે ત્યારે વતન જઇ ઘર ભેગા થઈએ. જોકે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અટવાયેલા મજૂર પરિવારોને ભોજનની વ્યવસ્થા કરી હતી. મધ્યપ્રદેશનાં ખલગાટ ધાર જિલ્લાના રહેવાસી શ્રમિક જણાવે છે કે લોકડાઉન બાદ અમારી આવક બંધ થઈ ગઈ છે ત્યારે ત્યાં રહી ભૂખે મરવા કરતા અમે વતન જાવા માટે નીકળી પડયા છે. વતન વાપસી કરતા લોકો એક જિલ્લાથી બીજા જિલ્લામાં અટવાઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર આ ગંભીર મુદ્દે યોગ્ય નિર્ણય લે અને જે તે જિલ્લા પ્રશાસનને યોગ્ય સૂચનાઓ આપે તે આવશ્યક છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જ્યારે સુરત નવસારી જિલ્લાઓમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો હોય તેવા જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં આવતા આવા મજૂરો કોરોનાના વાહક પણ બની શકે છે જે આગળના દિવસોમાં ખૂબ મોટી સમસ્યા ઉભી થઇ શકે છે જે નોંધનીય બાબત છે.
રાજપીપળા આરીફ જી કુરેશી
લોકડાઉનમાં ફસાયેલ મજૂરોની વ્યથા : રાજપીપળા ખાતે આવી પહોંચેલા મજૂરો વતન જવા નીકળયા.
Advertisement