સૈયદ ફળિયાના સેવાભાવી અને ઉત્સાહી યુવાનોએ લોકડાઉન જેવા સમયે ગરીબોની વ્હારે ઉભા રહી સાચી સેવા શરૂ કરી. હાલ કોરોના મહામારીના સમયે જ્યારે નર્મદા જિલ્લામાં પણ લોકડાઉન છે તેવા સંજોગોમાં ગરીબ લાચાર મજૂરીકામ કરતા પરિવારો કફોડી હાલતમાં હોય રાજપીપળાની કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ ગરીબો માટે જરૂરી વસ્તુ પહોંચાડે જ છે છતાં સેવાકીય ભાવના ધરાવતા સૈયદ ફળિયાના યુવાનો આવી સ્થિતિમાં સેવાકાર્ય માટે વ્યવસ્થા કરી એવા પરિવારોની વ્હારે મદદે પહોંચે છે જે ખરેખર આવી સ્થિતિમાં લાચાર છે અને બે ટંક ભોજન પણ કરી નથી શકતા ત્યારે યુવા મિત્રો સેવાકાર્ય કરી રહ્યાં હોય આજે તેઓએ ફળિયામાં તેમજ રાજપીપળા વિસ્તારમાં જરૂરતમંદ લોકોને ઘેર ઘેર જઇ લગભગ 300 જેટલા ફૂડ પેકેટસનું વિતરણ કરાયું હતું.
રાજપીપળા, આરીફ જી કુરેશી.
Advertisement