હાલ કોરોનાએ સમગ્ર દુનિયાને બાનમાં લીધું છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાને વૈશ્વિક મહામારી પણ જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારે પણ લોકડાઉનનું કડક પાલન કરવા પોલીસને નિર્દેશ કર્યો છે. નર્મદા જિલ્લામાં હાલ કોરોનાના ભયને કારણે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે નિઝામશાહ દરગાહ પાછળ આવેલ શૌચાલયની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યાં જઈ રૂબરૂ માહિતી મેળવતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે શૌચલાયમાંથી ખૂબ દુર્ગંધ આવે છે સાફસફાઈનો અભાવ છે કેટલીકવાર મુતરડીમાંથી દારૂની પોટલીઓ પણ મળે છે અને ઘણા સમયથી ડબક ભરાઈ ગઈ છે તે ખાલી કરવા રજૂઆતો કરી છે પણ ડબક ખાલી કરાતી નથી. આ બાબતે શૌચાલયનાં સંચાલકને પૂછતાં તેને પણ કબુલ્યું હતું કે ડબક ખાલી કરવા રાજપીપળા નગરપાલિકામાં રજૂઆતો કરી છે પણ મશીન બગડેલુ છે તેમ જવાબ મળે છે. ત્યારે આવી મહામારીના સમયે રાજપીપળા પાલિકા પણ સાફસફાઈ મુદ્દે ખાસ કાળજી રાખે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
રાજપીપળા પાલિકાની બેદરકારીની અનેક રજૂઆતો છતાં શૌચલાયની ડબક ખાલી ન કરતા ગંદકીનું સામ્રાજ્ય.
Advertisement