ગત ૧૫ માર્ચે રાત્રે રાજપીપળાથી સુરત થઈ બનારસ પહોંચેલા રાધાસ્વામી પરિવારના સત્સંગીઓ લોકડાઉનમાં ફસાયા. હાલ બનારસ રાધાસ્વામી ધર્મશાળામાં આશરો લઈ રહેલા આ વ્યક્તિઓએ સ્થાનિક તંત્ર પાસે પણ મદદ માંગી. સાંસદ મનસુખભાઇ વસાવાનો પણ સંપર્ક કરતા તેમણે કેન્દ્રમાં રજુઆત કરી તમામને રાજપીપળા લાવવા વ્યવસ્થા કરવાની હૈયાધરણાં આપી. બાળકો,વૃધ્ધો,પણ હોય કેટલાકની દવા પણ પુરી થતા પૈસા વગર તકલીફમાં મુકાયા. વિશ્વમાં કોરોના વાયરસે હાલમાં હાહાકાર મચાવ્યો છે સમગ્ર ભારતમાં પણ તેની ભારે અસર હોય બે દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાને lockdown પણ જાહેર કર્યું છે. lockdown હોવાથી એર લાઇન્સ,રેલવે,એસટી અને અન્ય વાહન વ્યવહાર પણ બંઘ થઈ ગયા હોય બહાર રહેતા કે પ્રવાસે ગયેલા વ્યક્તિઓ ફસાયા છે જેમાં રાજપીપળાના કેટલાક વ્યક્તિઓ બનારસ ખાતે દર્શન કરવા ગયા હતા એ ત્યાં ફસાયા હોય તંત્ર પાસે મદદ માંગી રહ્યા છે.રાજપીપળાના 30 જેટલા પ્રવાસીઓ બનારસ ખાતે ફસાયેલા છે તેમણે એક વીડિયો વાયરલ કરી પોતાની હાલત જણાવી છે જેમાં જણાવ્યું કે અમે બનારસ દર્શનાર્થે ગયા બાદ લોકડાઉન થતા ફસાઈ ગયા છીએ અમારી સાથે સિનિયર સીટીઝન પણ છે એ બીમાર પણ છે એમની પાસે દવા હતી એ પૂરી થઈ ગઈ અને ત્યાં ગુજરાતની દવા મળતી નથી,પૈસા પણ પુરા થયા હોય વિડિયોના માધ્યમથી ગુજરાત સરકારને અપીલ કરી છે કે વહેલી તકે અમને અહીંથી ગુજરાત પરત લાવે અમે બધા તંદુરસ્ત છે પરંતુ હાલની સ્થિતિ મુજબ ગુજરાતમાં આવીને ટેસ્ટ કરાવીશું પણ અમને વહેલીમાં વહેલી તકે ગુજરાત લાવે અમારા ઘરે અમારા પરિવારજનો ચિંતીત હોય આ મુસીબતમાંથી બહાર કાઢો. તેમનો મદદ માંગતો વિડિયો સોસીયલ મીડિયામાં વાયરલ તો થયો છે ત્યારે મોદી સરકાર હવે આ લોકો માટે ત્વરિત શું પગલાં લેશે એ જોવું રહ્યું.
(રાજપીપળા, આરીફ જી કુરેશી)