એક તરફ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ બાબતે ચિંતિત છે,નર્મદા જિલ્લા સહિત ગુજરાતમાં લોકડાઉન અપાયું હોય ત્યારે મજૂરી કામ કરી પેટીયું રડતા ગરીબ લોકોની હાલત દયનિય હોય નર્મદા જિલ્લો પછાત વસ્તી ધરાવતો જિલ્લો હોવાથી અમુક લોકોની હાલત ખરાબ જોવા મળતા રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના સભ્યોને આ બાબત ધ્યાને આવતા આવા ગરીબ,ભૂખ્યા વ્યક્તિઓને ફૂડ પેકેટનું વિતરણ કરી વૈષ્ણવ વણિક સમાજના સભ્યો એ એક ઉમદા કાર્ય કર્યું હતું. આ સેવાકાર્યમાં તેમની સાથે કેટલાક જીઆરડી જવાનો પણ જોડાયા હતા.મંગળવાર અને લોકડાઉન સાથે શરૂ થયેલા આ કાર્યમાં એકજ દિવસમાં ૧૦૦ જેવા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે આ સેવાકાર્ય ફક્ત વૈષ્ણવ વણિક સમાજના સભ્યોના એકત્ર થયેલા ફંડમાંથી કરાયું હોય હજુ ૩૧ માર્ચ સુધી આ સેવાકાર્ય ચાલુ રહેશે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement