Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના ભદામ,મોટા લીમટવાડા,સાંજરોલી ગામોએ તળાવ ઉંડુ કરવાની કામગીરીનું મંત્રી ઈશ્વર પટેલે નિરીક્ષણ કર્યું.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપલા): સમગ્ર રાજ્યમાં ગુજરાત સ્થાપના દિન-ગુજરાત ગૌરવ દિનથી પ્રારંભાયેલા સુજલામ-સુફલામ જળસંચયના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં હાથ ધરાયેલા જળસંચયના કામોનો જુદા જુદા તાલુકા અને ગામોમાં પ્રારંભ થયા બાદ આ અભિયાન નર્મદા જિલ્લામાં ક્રમશઃ આગળ ધપી રહ્યું છે.ગુજરાતનાં સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે ગુરુવારે સાંજે નાંદોદ તાલુકાનાં ભદામ,મોટા લીમટવાડા અને ગરૂડેશ્વર તાલુકાનાં સાંજરોલી ગામે તળાવ ઉંડુ કરવાના સ્થળની મુલાકાત લઇ જેસીબી મશીનથી તળાવ ઉંડુ કરવાની થઇ રહેલી કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.અને સ્થળ ઉપર જિલ્લા પ્રશાસનનાં અધિકારીઓને તળાવની કામગીરી બાબતે જરૂરી સૂચનો કરવાની સાથે તળાવ ખોડાણની માટીના યોગ્ય ઉપયોગ સાથે તેનો નિકાલ થાય તે માટે સ્થળ પર જ જરૂરી સૂચનાઓ પણ આપી હતી.ઈશ્વર પટેલની આ મુલાકાત વેળાએ વન અને આદિજાતિ વિકાસ વિભાગનાં પૂર્વ રાજ્ય મંત્રી શબ્દશરણભાઇ તડવી,જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા,કરજણ સિંચાઇ યોજનાનાં કાર્યપાલક ઇજનેર એ.એફ.મોતાવર,જિલ્લાનાં અગ્રણી ઘનશ્યામ દેસાઇ,ગજેન્દ્રસિંહ જાડેજા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ મંત્રી ઈશ્વર પટેલ સમક્ષ નર્મદા કેનાલનું પાણી ગામ તળાવમાં લાવવાની માંગણીની રજૂઆત કરી હતી.આ વિસ્તારમાં ઘણાં તળાવો એવા છે કે, જે નર્મદાની કેનાલની પંપીગ કર્યા વગર સહેલાઇથી ભરી શકાય છે, તેવી લાગણી ગામલોકોએ વ્યક્ત કરી હતી.વન અને આદિજાતિ વિભાગનાં પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીએ નર્મદા કેનાલમાંથી ગામ તળાવમાં પાણી છોડવા અંગે ગામ લોકોની માંગણીમાં સૂર પૂરાવી નર્મદા જિલ્લામાં કરજણ-નર્મદાના કમાન્ડ એરીયા સિવાયનો અંદાજે ૭૫ ટકા જેટલા વિસ્તારના હયાત તળાવો પુનઃજીવિત કરીને સંપૂર્ણપણે કાર્યક્ષમ બનાવ્યેથી આ વિસ્તારના લોકો માટે આશિર્વાદરૂપ બની રહેશે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

વાલિયા- નેત્રંગ તાલુકામાં વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ૮૭ જેટલા વીજ કનેક્શન ગ્રાહકોને ગેરરીતિ બદલ રૂપિયા ૧૬ લાખ ૫૮ હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ProudOfGujarat

કરજણ ટોલ ટેકસ ઉપર નવા નિયમો જાહેર કર્યા.

ProudOfGujarat

સરકારનો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી ચીન સહિત આ દેશોમાંથી આવનારા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ જરૂરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!