કોરોના વાઈરસને પગલે નર્મદા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારે જિલ્લા કલેક્ટર,ડીડીઓ,આરોગ્ય અધિકારી, સાથે એપેડમિક ઓફિસર,સિવિલ સર્જન સહિત ડોક્ટરોની હાજરીમાં આ સફળ મોકડ્રીલ યોજાઇ હતી.આ મોકડ્રિલમાં કોરોના વાઈરસનો કેસ મળે તો કરવામાં આવનાર કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું અને તબીબી કર્મચારીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મોકડ્રીલમાં રાજપીપળા સ્થિત 108 એમ્બ્યુલન્સમાં એક ડમી કોરોના વાયરસના દર્દીને સિવિલ હોસ્પિટલમાં લાવી આઇસોલેસન વોર્ડમાં લઇ જઇ કયા કયા પગલાં લેવા,શુ સારવાર આપવી, શેની તકેદારી રાખવી જેવી બાબતોને ખાસ ધ્યાને રાખવામાં આવી હતી. 108 ની ટીમે પણ મોકડ્રીલમાં પૂરતો સહકાર આપ્યો હતો.રાજપીપળા 108 એમ્બ્યુલન્સ ખાસ કોરોના માટે જ રાખવામાં આવી છે અને નર્મદા જિલ્લાની દરેક 108 એમ્બ્યુલન્સને પર્સનલ પ્રોટેકટિવ ઇકવિપમેન્ટ (PPE)કીટથી સજ્જ કરવામાં આવી હોવાનું GVK 108 ના નર્મદા જીલ્લા સુપરવાઈઝર મહંમદ હનીફ બલુચીએ જણાવ્યું હતું.
રાજપીપળા, આરીફ જી કુરેશી
રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઈરસને લઇ મોકડ્રીલ યોજાયું.
Advertisement