Proud of Gujarat
FeaturedGujaratINDIA

જનતા કરફ્યુ ટાણે રાજપીપળાનાં મુખ્ય માર્ગો ઉપર ગટરો ઉભરાઈ ગંદકી જોવા મળી લોકોએ નારાજગી વ્યક્ત કરી.

Share

આજરોજ સમગ્ર દેશમાં પ્રજા દ્વારા વડાપ્રધાનની અપીલને માન આપી જનતા કરફ્યુનું પાલન કરાઈ રહ્યું છે ત્યારે રાજપીપળામાં પણ ચુસ્તપણે જનતા કરફ્યુની અસર જોવા મળી હતી તેની વચ્ચે નાગરિકોએ સ્વચ્છતા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. એક નાગરિકે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની અપીલને ધ્યાને રાખી આખું રાજપીપળા સહિત દેશ જનતા કરફ્યુનું પાલન કરી રહ્યું છે ત્યારે રાજપીપળા પાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરાઈ ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેમાં શાકમાર્કેટ, સ્ટેશન રોડ, કાછીયાવાડ સહિત વિસ્તારોમાં ગંદકી અને ગટરો ઉભરાતા લોકોમાં નારાજગી જોવા મળી હતી ઉપરાંત રવિવારની રજા હોય ડોર ટુ ડોર કચરો લેવા વાળી બહેનો પણ ન આવતા ભારે ગંદકી સાથે લોકોના ઘરોના ડસ્ટબિન પણ ઉભરાયા.

રાજપીપળા,આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

નવરાત્રિ મહોત્સવ મોકૂફ રખાતા નવરાત્રિનાં પહેરવેશ સસ્તામાં વેચવાનું આયોજન વેપારીઓ કરી રહ્યા છે.

ProudOfGujarat

નર્મદા ડેમમાં પાણીની સપાટી અને આવક, જાવકમાં થયો ઘટાડો.

ProudOfGujarat

નર્મદા જીલ્લા કોંગ્રેસના સોસીયલ મીડિયા કોર્ડીનેટર તરીકે ગૌરાંગ મકવાણાની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!