રાજપીપળા સહિત સમગ્ર ભારત દેશમાં આજે પીએમ મોદીની જનતા કરફ્યુ અપીલને લોકહીત માટે માન્ય રાખી લોકોએ પૂરતો સહકાર આપ્યો જેમાં એસ.ટી બસોના પૈડાં પણ થંભી ગયા, રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લાના માર્ગો પણ સુમસામ જોવા મળ્યા હતા.
બજારોમાં ઇમરજન્સી સિવાયની દરેક સેવાઓ બંધ જોવા મળી. રાજપીપળા નગરપાલીકાએ સવારે સાઇરન વગાડી જનતા કરફ્યુ શરૂ થયાનો સંકેત આપ્યો હતો.એસ.ટી ડેપોમાં તમામ રૂટની બસો બંધ થતા બસોનો ખડકલો જોવા મળ્યો કેમ કે એસ.ટી બસોને શનિવારે રાતથી જ ડેપો દ્વારા જનતા કરફ્યુને કારણે બંધ કરી દેવામાં આવી હતી. વેપારી સંગઠનોએ પણ લોકહીત માટે સ્વંયભૂ બંધ રાખી મોદીની અપીલનું પાલન કર્યું હતું.તમામ બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો.સાંજે જનતા કરફ્યુ પૂર્ણ થતા પણ નગરપાલીકા સાયરન વગાડી સંકેત આપ્યો હતો. સાથે સાથે ચીફ ઓફિસર જયેશ પટેલે આરોગ્ય સાથે સંકળાયેલ લોકો,સામાજિક કાર્યકરો,પત્રકારો સહિતનાનો કોરોના સામેની લડાઈમાં ઉત્સાહ વધારવા સાંજે ઘંટનાદ કરવા લોકોને અપીલ પણ કરી હતી.
રાજપીપળા. આરીફ જી કુરેશી