રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસ અને અપક્ષનું એક શાસન હતું. લગભગ 25 વર્ષ પછી રાજપીપળા પાલિકામાં ભાજપને સત્તા મળી અઢી વર્ષ ભાજપે એકલા હાથે શાસન કર્યું હતું અને બીજા અઢી વર્ષમાં રાજપીપળા પાલિકામાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ભેગા મળીને શાસન કરે છે છતાં પણ કંઈક ને કંઈક કારણે ત્રિવેણી શાસન નિષ્ફળ ગયું હોય એમ જોવા મળે છે. રાજપીપળામાં પાલીકા તંત્ર વારંવાર ગંદકી મુદ્દે નિષ્ફળ જોવા મળે છે રાજપીપળા શાકમાર્કેટ પાસે પાસે રહેતા એક નાગરિકના જણાવ્યા મુજબ આ ગટર અમે જાતે ખુલ્લી કરી તેની સફાઈ કરી છે આ ગટર સાફ કરવા માટે સભ્યને વારંવાર રજુઆત કરી છતાં કોઈ ફરકયું નથી. ત્યાં ૫ મિનિટ ઉભા રહેવું પણ દુર્ગંધનાં કારણે ગમતું નથી માટે ચૂંટાયેલા સભ્યો કે અધિકારીઓ જો વેરો ભરતી પ્રજાનું ન સાંભળે અને આ વિસ્તારમાં મોટો રોગચાળો ફાટે એ માટે જવાબદાર કોણ ? કલેક્ટર આ બાબતે પગલાં લે તેવું સ્થાનિકોની માંગ છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી
રાજપીપળા શહેરમાં પી.એમ મોદીનાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું..?!
Advertisement