રાજપીપળાની મધ્યમાં આવેલ રજવાડા સમયની કન્યાશાળાની ઇમારત ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે ત્યારે ગ્રામજનો અને વાલીઓ પણ જર્જરિત ઇમારત છે ત્યાં નવી શાળા બનાવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. એક સમયે કન્યાશાળામાં ત્રણ શાળાઓ ચાલતી હતી અને હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા પરંતુ આજનાં શિક્ષણની કથળેલી સ્થિતિ અને શાળાની ખસ્તા હાલત કે કારણે માંડ એક શાળા ચાલે છે. આજે જિલ્લા પંચાયત નર્મદા દ્વારા જર્જરિત ઇમારતની જાહેર હરાજી રાખવામાં આવી હતી.આ સંદર્ભે રાજપીપળા પાલિકા સદસ્ય અને પૂર્વ પ્રમુખ મહેશ ભાઈ વસાવાએ વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ રજવાડા સમયની ઇમારત રાજપીપળાની શાન છે અને અસ્મિતા છે તેને તોડવા કરતા સમારકામ કરી તેને જાળવી રાખવું જોઈએ. મોદી હોય સોનિયા ગાંધી હોય કે બચ્ચન હોય બાંધકામ તોડવા બાંધવા નગરપાલિકાની પરમિશન લેવી જ પડે જે તે સમયે જિલ્લા પંચાયત દ્વારા અધૂરી દરખાસ્ત હતી જેમાં શાળાનું બાંધકામ તોડવાની દરખાસ્ત ન હતી જેથી આ હરાજી ગેરકાયદેસર છે તેમ પણ તેઓએ આક્ષેપ કર્યા હતા. ઉપરાંત આગામી સમયમાં નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખપદે અમે આ મુદ્દાને લઈશું અને જરૂર પડયે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું તો આ બાબતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને બિટીપીના બહાદુરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ કન્યાશાળા જિલ્લા પંચાયત હસ્તક છે અને મૂળ માલિક રાજવી પરિવારના શ્રી રઘુવીરસિંહ ગોહિલ છે પરિવાર દ્વારા આપાયેલી છે જેના સંબંધિત તમામ એવિડન્સ અમારી પાસે છે બિલ્ડીંગ જર્જરિત છે તેને ઉતારવી પડે તેમ છે અગાઉ પણ લોકો વિરોધ કરી ચુક્યા છે. સમારકામ માટે મૌખિક કહેતા પણ કરી તે કરી શક્યા નહી ના છૂટકે અમે ત્રીજીવાર બિલ્ડીંગ ઉતારવા માટે હરાજી કરી છે. શૈક્ષણિક હેતુ માટે જ અહીં નવી બિલ્ડીંગ બનશે અને દરેકને લાભ મળશે. ઉપરાંત આ બિલ્ડીંગ પુરાતત્વમાં આવતી નથી જેનો લેટર પણ લીધેલ છે જેણે વિરોધ કરવો હોય તે કરે અમારી પાસે દરેક એવિડન્સ છે હવે એ જોવું રહ્યું કે જર્જરિત શાળા ક્યારે તૂટશે અને નવી શાળા ક્યારે બનશે.
રાજપીપળા, આરીફ જી કુરેશી