Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળાનાં વ્યાજખોરોનાં ત્રાસથી પરિણીત યુવાને ઝેર પીતા મોતની ઘટનામાં ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ.

Share

ગુજરાતમાં અવાર નવાર વ્યાજખોરોના ત્રાસથી દેવાદાર આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા હોવાના બનાવો બને જ છે.થોડા સમય અગાઉ જ રાજપીપળાના એક વેપારીએ પોલીસ મથકમાં વ્યાજખોર દ્વારા જ ધાકધમકી અપાતી હોવાની ફરિયાદ નોંધાવી હતી.એ બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો રાજપીપળાના પરિણીત યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર પી આત્મહત્યા કરી હોવાનું અંતિમ પગલું ભર્યું હોવાની ઘટનામાં હાલ મરનાર યુવાનની પત્નીએ વ્યાજખોરો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લાના મૂળ તિલકવાડા તાલુકાના પહાડ ગામના અને હાલ રાજપીપળા બાવાગોર ટેકરી પર રહેતા ફિરોઝ મુસ્તુફા રાઠોડે સિંધી વાડમાં રહેતા અલ્તાફ દાદુ શેખ પાસેથી 1.50 લાખ, નવા ફળિયામાં રહેતા મહંમદ હનીફ ગુલામનબી શેખ પાસેથી 1.90 લાખ રૂપિયા, તરોપા ગામના પ્રકાશ વસાવા પાસેથી 2.25 લાખ રૂપિયા તથા રાજપીપળાના સિંધીવાડમાં રહેતા દાદુ શેખ પાસેથી 90 હજાર રૂપિયા માસિક 15-20% ઊંચા વ્યાજ દરે રૂપિયા લીધા હતા.આ તમામને એણે ત્રણ મહિનાનું વ્યાજ 5.25 લાખ રૂપિયા વ્યાજ પણ ચૂકવી દીધું હતું.પણ ફિરોઝ મુસ્તુફા રાઠોડ એક મહિનાનું વ્યાજ આપવાનું ચુકી જતા આ તમામ લોકોએ વ્યાજનું વ્યાજ ગણી ઉઘરાણી ચાલુ કરી હતી જેથી તે ભયંકર આર્થિક તંગીમાં આવી ગયો હતો. આ તમામ વ્યજખોરોએ ફિરોઝ પાસે પઠાણી ઉઘરાણી કરતા તેણે આ લોકોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.આ મામલે મરનાર ફિરોઝની પત્ની સહીદાબાનુંએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ચારેય વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરતા નર્મદામાં ઊંચા વ્યાજે રૂપિયા ફેરવતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.હાલ આ ચાર વ્યાજખોરો વિરુદ્ધ પોલીસે સકંજો કસ્યો છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

મહિના ઓ બાદ ઘણા લાંબા સમય બાદ બાગ બગીચા ખુલશે….

ProudOfGujarat

સુરત : પ્રથમ લેબગ્રોન ડાયમંડ બાયર્સ-સેલર્સ મીટનું આજે ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર વિસ્તારમા વીજ ટ્રાંસફોરમર તોડી કોપર વાયર ચોરી કરતી ગેંગ ઝડપાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!