તારીખ 5 મી માર્ચ 2020 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે સંદર્ભે અંતરિયાળ નર્મદા જિલ્લામાં એસ.ટી.બસ સેવા સમયસર દોડે તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજપીપળાના બે જાગૃત પત્રકારો જુનેદ ખત્રી અને આરીફ કુરેશી દ્વારા રાજપીપળા ડેપો મેનેજરને લેખિત રજુઆત કરાઈ છે. રાજુઆતમાં જણાવ્યું છે કે તા. 5-3-2020 ના રોજથી સમગ્ર રાજ્યમાં ધો. 10 અને ધો 12 બોર્ડની પરિક્ષાઓનો પ્રારંભ થનાર છે જેમાં નર્મદા જિલ્લામાં પરીક્ષાઓમાં 23 કેન્દ્રો ખાતે કુલ- 18360 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નર્મદા જિલ્લો અતિ અંતરિયાળ જિલ્લો છે અહીંયા અંતરિયાળ ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા હોય છે તો તેઓને પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર સુધી જવા માટે મુશ્કેલીઓ ન ઉભી થાય તેમજ સમયસર તેઓ પહોંચે માટે પરીક્ષાઓ દરમિયાન નિયમિત પણે બસો દોડાવવા (ખાસ કરીને ડેડીયાપાડા, સાગબારા તાલુકાના અંતરિયાળ ગામોમાં) અમો આપને નમ્ર અરજ કરીએ છીએ. સાથે જ ડેપો મેનેજર રાજપીપળા ધામા સાહેબે પણ એસ.ટી.તંત્ર બોર્ડની પરિક્ષાઓને અનુલક્ષીને સંપૂર્ણ સજ્જ હોવાની વાત પણ કહી હતી અને જો મીડિયાને કોઇક સમસ્યા ધ્યાને આવે તો જાણ કરવા પણ જણાવ્યું હતું.
રાજપીપળા, આરીફ જી કુરેશી