વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના હજારો પ્રવાસીઓ આવતા હોય જેમાં રવિવાર કે અન્ય રજાના દિવસે પ્રવાસીઓની સંખ્યા બમણી જોવા મળતી હોય ગત રવિવારે વડોદરાથી આવેલું એક પરિવાર સ્ટેચ્યુ જોયા બાદ પરત ફર્યું પરંતુ ઘરે ન પહોંચતા ક્યાં ગુમ થયું એ બાબતે પરિવારના બાકી સભ્યો ચિંતિત હોય હાલ કેવડિયા પોલીસ તપાસ કરી રહી છે. વડોદરાના કલ્પેશ પરમાર, પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે ગુમ થતા પરિવારજનો ચિંતિત બન્યા છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ વડોદરાના નવપરા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ ચંદુભાઈ પરમાર ગત રવિવાર તારીખ ૧ માર્ચે પોતાની માતા,પત્ની અને બાળકો સાથે કેવડિયા સ્ટેચ્યુ જોવા સફેદ કલરની અલ્ટો કાર નં.GJ-06-KP-7204 લઈ આવ્યું
ત્યારબાદ સાંજે લગભગ ૭:૩૦ વાગે ત્યાંથી પરત ફર્યું પરંતુ આ પરિવાર ઘરે ન પહોંચતા કાર સાથે જ ગાયબ હોય આ બાબતે કેવડિયા પો.સ્ટે.માં જાણ કરાતા પોલીસ હાલ સ્ટેચ્યુ તેમજ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી તેમના મોબાઈલનું લોકેશન મેળવવા પ્રયાસ કરી રહી છે.આ ગુમ થયેલ પરિવાર બાબતે કોઈને ખબર મળે તો કેવડિયા પો.સ્ટે.નો સંપર્ક કરવા જણાવાયું છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી