સિસોદરા ગામે નર્મદા નદીના પટ્ટમાં લિઝની પરવાનગી આપવાની વાતને લઈને વિરોધ વચ્ચે લીઝ લેનાર કોન્ટ્રાક્ટરની જીદને લઈને ફરી મામલો ગરમાયો છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં જિલ્લા કલેક્ટર આ લીઝ રદ કરતા નથી અને આ રેતી કોન્ટ્રાકટરો અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરે છે. તાજેતરમાં સિસોદરા ગામનાં નર્મદા કિનારે કોઈ એક હિટાચી જેસીબી મશીન અને સીફટ ડિઝાયર કાર મૂકી ગયું છે. જેમાં ના તો કોઈ ડ્રાઈવર મુકયો છે કે ના કોઈ ચોકીદાર અને સીફટ ગાડીના કાચ પણ તૂટેલા છે એટલે ગ્રામજનોએ ડ્રાઈવરો પર હુમલો કરી કાચ તોડી નાંખી એવી ફરિયાદ કરવાના ઇરાદે આ કૃત્ય કર્યું હોય જે બાબતે સિસોદરા ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી હતી અને આવું કૃત્ય કરનાર સામે પગલાં ભરવાની માંગ કરી છે. નાંદોદ તાલુકાના સિસોદરા નર્મદા નદીનાં કિનારે આવેલ છે અને ચોમાસા દરમ્યાન નદીનાં પાણી ગામમાં ઘુસી આવે છે. જો આ નાના પટ્ટમાંથી રેતી કાઢવામાં આવે તો નદીનું વહેણ બદલાઈ જાય અને લોકોના ઘરોમાં, ખેતરોમાં પાણી આવે ખેતરો ધોવાઈ જાય જેથી ગામમાં કોઈ લીઝ નહિ આપવી નક્કી થયું, વર્ષ 2017માં ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરીને ગામમાં રેતીની લીઝ નહિ આપવા ઠરાવ કરાયેલો છે. જેથી રેતીના ખોદકામ બાદ પૂરના પાણી ગામમાં ઘુસી ન આવે. આગાઉ અનેક વાર લીઝ રદ કરવા બાબતે ગ્રામજનોએ રજૂઆત કરી પણ ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા કલેક્ટર નર્મદાએ આટલો વિરોધ છતાં લીઝ આપી દીધી ગામનો આટલો વિરોધ છતાં આ લીઝ કેમ રદ કરાતી નથી અને કોન્ટ્રાકટર પણ જાણે જીદ પર અડી ગયો હોય પોતાની વગ ગાંધીનગરમાં વાપરી દબાણ લાવે છે ત્યારે ગ્રામજનો પણ લડી લઈશું પણ લીઝ નહિ ચાલુ કરવા દઈએની જીદે છે ત્યારે હવે બંનેના તકરારમાં જિલ્લા કલેકટરે લીઝ રદ કરવી જરૂરી બની છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી