Proud of Gujarat
FeaturedGujaratINDIA

હોળીના પર્વને ધ્યાને રાખી સ્ટેચ્યુના પ્રવાસીઓ માટે મહત્વનો નિર્ણય : સોમવારે પણ ખુલ્લું રહેશે.

Share

આગામી ૯ માર્ચને સોમવારનાં રોજ હોળી પર્વે પ્રવાસીઓની લાગણીને ધ્યાને લઈને મુખ્ય વહીવટદાર કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી પ્રવાસીઓને પ્રવેશ આપવામાં નથી આવતો, પરંતુ હોળીના પર્વને ધ્યાને રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેકટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે તેથી હોળીની રજાનો પ્રવાસીઓ ઉપયોગ કરી શકશે.સાથે સાથે પ્રવાસીઓ soutickets.in અને એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન – statue of unity tickets (official) પરથી પણ ટિકિટ બુક કરાવી શકાશે તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર કચેરીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

પંચમહાલ : જીલ્લા કોર્ટે ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ ઠેરવ્યો, જાણો કેમ ?

ProudOfGujarat

ભરૂચ : બાળકોનાં ઓનલાઈન આર.ટી.ઇ. પ્રવેશ અંગે મૂળ નિવાસી સંધ દ્વારા ગાંધીનગર અગ્ર સચિવ (શિક્ષણ) ને આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટર મારફત અપાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટોક ને લગતા 441 કેસો ૧૦૮ ઈમરજન્સીમાં સેવામા નોંધાયા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!