રાજપીપળા નર્મદા પોલીસ વડા હિમકર સિંહએ જીલ્લામાં મિલ્કતના ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા કામગીરીની સુચના આપતા એ.એમ.પટેલ,પીઆઇ,એલ.સી.બી.તથા સી.એમ.ગામીત,પીએસઆઇ એલ.સી.બી.તથા એલ.સી.બી. પોલીસ ટિમ દ્વારા તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ધરફોડ ચોરીના ગુનાની તપાસ કરતા કરીયાણાની દુકાનનું શટર તોડીને કરીયાણાનો સામાન તથા રોકડ રકમની ચોરી કરેલાની માહીતી મળેલ જેથી શકદારો તેમજ ખાનગી બાતમી મુજબ તપાસમાં હતા.દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ આધારે આરોપી (૧) હેમરાજસિંહ અજીતસિંહ પરમાર (૨) સંજયભાઇ ઇશ્વરભાઇ બારીયા બંન્ને રહે બુજેઠા તા. તિલકવાડા જી.નર્મદા(3) દિનેશ ભાઇ જાદવભાઇ બારીયા રહે. ચનવાડા તા.ડભોઇ જી.વડોદરાની પુછપરછ દરમ્યાન બુજેઠા ગામે કરીયાણાની દુકાનમાં ચોરી કાર્યની કબુલાત કરતા ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે અટક કરવામાં આવેલ ત્યારબાદ ત્રણેય આરોપીઓને તિલકવાડા પોલીસને સોંપવામાં આવ્યા હતા.
તિલકવાડાના બુજેઠા ગામમાં કરીયાણાની દુકાનમાં થયેલી ચોરીને ડીટેક્ટ કરતી નર્મદા એલ.સી.બી.
Advertisement