Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદેશીદારૂ ના ગુના માં સંડોવાયેલ આરોપી ને પાસા માં ધકેલતી નર્મદા એલ.સી.બી.

Share

રાજપીપળા નર્મદા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન મુજબ જીલ્લામાં આવા તત્વો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવાની સુચના મળતા એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપર વિઝન હેઠળ સી.એમ.ગામીત, પો.સ.ઇ.એલ.સી.બી.તથા તેમના પોલીસ સ્ટાફ મારફતે વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ કરતા યશવંત અજબસીંગભાઇ વસાવા રહે. સામોટ,તા.ડેડીયાપાડા જી.નર્મદા વિરૂધ્ધ ડેડીયાપાડા પો.સ્ટે. માં વિદેશી દારૂનો ગુનો દાખલ થયો હતો. માટે પ્રવૃતી ડામવા ડેડીયાપાડા પો.સ્ટે.પાસા હેઠળ તેના વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવામાં આવતા પાસા દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ,નર્મદા દ્વારા મંજુર થતાં તેને એલ.સી.બી.દ્વારા તા.૨૮ ફેબ્રુઆરી ના રોજ પાસામા અટક કરી અમદાવાદ મધ્યસ્થ જેલના હવાલે કરવામાં આવ્યો છે.

રાજપીપળા:- આરીફ કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ : ભારે વરસાદનાં પગલે ટંકારીયા ગામનું તળાવ ઓવરફલો થયું.

ProudOfGujarat

મહાશિવરાત્રી નિમિત્તે લીંબડીના શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠયાં.

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં આડેધડ વાહનો પાર્ક કરતા વાહન માલિકો પ્રત્યે પોલીસની લાલ આંખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!