રાજપીપળા નગરપાલિકામાં કામ કરતા રોજિંદા કર્મચારીઓને આમ પણ પાલીકાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી બે ત્રણ મહિને પગાર મળે છે. જેમાં હવે બેંક જાણે વિલનની ભૂમિકા બજવતી હોય એમ ઝડપી પગાર જમા થતો નથી. ઉપરથી બેંકમાં સરખા જવાબો પણ મળતા ન હોય કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.રાજપીપળા નગર પાલિકાના રોજિંદા કર્મચારીઓ પૈકી કેટલાકના દેના બેંકમાં ખાતા હોય જ્યાં પાલિકામાંથી ચેક મોકલ્યા બાદ પણ પાંચ દિવસ થવા છતાં કચેરીઓના ખાતામાં પગારની રકમ જમા ન થતા આ બાબતે તપાસ કરતા બેન્કમાં હાજર જવાબદાર અધિકારીએ જણાવ્યું કે ચેક બરોડા ક્લિયરિંગમાં જાય ત્યાંથી પેમેન્ટ જમા થયા બાદ કર્મચારીઓના ખાતામાં જમા થશે.એક તરફ પી.એમ મોદી ઝડપી અને ઓનલાઇનની વાતો કરે છે ત્યારે દેના બેંક રાજપીપળા શાખા ચેક બરોડા ક્લિયરિંગમાં જાય તેવી વાત કરતા આ બેંકની કામગીરી ગળે ઉતરે તેમ નથી કેમ કે ઓનલાઇન પેમેન્ટ ઇસ્યુ કરતા પાંચ પાંચ દિવસ નીકળી ગયા બાદ પણ હજુ જમા નથી થયા જેવા જવાબો મળે ત્યારે આ બાબતે આ બેન્કની કામગીરી ઢીલી હોય તેમ લાગી રહ્યું છે.જોકે કયારેક સર્વર બંધ છે કે ક્લિયરિંગ નથી થયું જેવા ગોળ ગોળ જવાબ આપતા બેંક અધિકારીઓ આ ઓનલાઇનના ઝડપી યુગમાં ઝડપી કામગીરી માટે આદત પાડવી પડશે. નહિં તો
ગ્રાહકો ત્યાંથી અન્ય બેન્કોમાં ખાતા ખોલાવશે એ વાત પણ નકારી શકાય તેમ નથી.હાલ પાંચ દિવસ થવા છતાં પાલિકાના દેના બેંકના કર્મચારીઓનાં પગાર જમા નથી થયા. ત્યારે હવે શનિ રવિવાર હોવાથી જો શુક્રવારે સાંજ સુધી જમા નહિ થાય તો ગરીબ કર્મચારીઓને સોમવારે પગાર મળશે એમ લાગી રહ્યું છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી